For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ઝિટ પોલ : ભાજપના શિરે ચમકશે સત્તાનો સરતાજ

|
Google Oneindia Gujarati News

narendra-modi-victory-sign
ગાંધીનગર, 17 ડિસેમ્બેર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતમાં સરેરાશ 69 ટકા મતદાન થયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ વિવિધ એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતના પાટનગર ગાંધીનગરની ગાદીનો સરતાજ ભાજપના શિરે ચમકશે. આગામી 20 ડિસેમ્બર, 2012ના રોજ જાહેરા થનારા પરિણામો ભાજપ તરફી હશે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર મુખ્યમંત્રી બની શકે છે, જ્યારે કોંગ્રેસનું સત્તા મેળવવાનું સપનું ફરી એકવાર સપનું બની જશે.

એક્ઝિટ પોલ અંગે બહાર આવેલા સર્વેના આંકડાઓમાં ન્યુઝ 24+ ટુડેઝ ચાણક્ય દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ભાજપને 140 (-+ 11), કોંગ્રેસને 40 (-+ 11) અને અન્યને 6 (-+ 3) મળવાની શક્યતા છે. સર્વે અનુસાર મળેલા મતોમાં ભાજપને 50 ટકા મતો, કોંગ્રેસને 35 ટકા મતો અને અન્યોને 15 ટકા મતો મળશે. અન્યોમાં કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી), અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

જ્યારે અન્ય એક એક્ઝિટ પોલ સર્વે ઇન્ડિયા ટીવી અને સીવોટર એક્ઝિટ પોલ અનુસાર બપોરે 3 વાગ્યા સુધી મળેલા આંકડા અનુસાર ભાજપને 124, કોંગ્રેસને 54 અને અન્ય 4 બેઠકો મળે છે.

આજતક અને ઓઆરજીએ પ્રથમ ચરણ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કરેલા એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 36થી 38, કોંગ્રેસને 8થી 9, જીપીપીને એક અથવા બે અને અન્યોને એક બેઠક મળે એવી શક્યતા વ્યક્ત કરી છે. બીજા તબક્કાના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 59થી 63, કોંગ્રેસને 21થી 23, જીપીપીને એકથી બે અને અન્યને બેથી ત્રણ બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનો એક્ઝિટ પોલ એમ દર્શાવે છે કે ભાજપને 118થી 128, કોંગ્રેસને 50થી 56, જીપીપીને એકથી બે અને અન્યોને 4થી 6 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એબીપી ન્યુઝ દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર નરેન્દ્ર મોદી હેટ્રીક સર્જશે પરંતુ પોતાની સીટોમાં વધારી કરી શકશે નહી. એબીપી ન્યુઝના એક્ઝિટ પોલ અનુસાર 182 સીટોમાંથી ભાજપને 116 સીટો, કોંગ્રેસને 60 સીટો, કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટીને 3 સીટો તથા અન્ય પક્ષોને 3 સીટો મળશે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાજપને 42 સીટો, કોંગ્રેસને 11 સીટો, જીપીપીને 1 અને અન્ય પક્ષને 0 સીટ મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપને 27 સીટો, કોંગ્રેસને 6 સીટો, જીપીપીને 1 સીટ, અન્ય પક્ષને 1 સીટ પ્રાપ્ત થશે.

ઉત્તર ગુજરાતમાં ભાજપને 32 સીટો, કોંગ્રેસને 21 સીટો, જીપીપી અને અન્ય પક્ષને એકપણ સીટ નસીબ થશે નહી. પરંતુ મધ્ય ગુજરાતમાં ભાજપે 15 સીટોથી સંતોષ મેળવવો પડશે, કોંગ્રેસને 22 સીટો, જીપીપીને 0 સીટ અને અન્ય પક્ષને 3 સીટો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટીવી 9 દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર નરેન્દ્ર મોદી હેટ્રીક સર્જશે પરંતુ પોતાની સીટોમાં વધારી કરી શકશે નહી. એબીપી ન્યુઝના એક્ઝિટ પોલ અનુસાર 182 સીટોમાંથી ભાજપને 124 સીટો, કોંગ્રેસને 54 સીટો, કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટી તથા અન્ય પક્ષોને 4 સીટો મળશે.

આ ટ્રેન્ડ અનુસાર ભાજપ વર્ષ 2007ની 117 બેઠકો કરતા આગળ વધશે. કોંગ્રેસની બેઠકો યથાવત રહેવાની શક્યતા જોવામાં આવી રહી છે.

English summary
Exit Polls : BJP will be King in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X