For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સા અને ગુજરાત વચ્ચે સામ્યતાનો નાતો: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 જુલાઇ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં જઇને ભકિતભાવથી દર્શન-પૂજા કર્યા હતાં. આજે સવારે ઓરિસ્સાના ભૂવનેશ્વર આવી પહોંચેલા નરેન્દ્ર મોદીએ જગન્નાથજીના સુપ્રસિધ્ધ મંદિરમાં જઇને પૂજા-અર્ચન કર્યા બાદ ધન્યતાની અનુભૂતિ સાથે જણાવ્યું હતું કે સોમનાથની ભૂમિથી તેઓ જગન્નાથની ભૂમિ ઉપર આવ્યા છે.

ભગવાન જગન્નાથજીની કૃપા દેશ ઉપર સદાસર્વદા રહે અને હિન્દુસ્તાન વિકાસ અને સમૃધ્ધિના માર્ગે આગળ વધે તેવા આશીર્વાદ તેમણે માંગ્યા છે. ઉત્તરાખંડની કુદરતી આફતમાં જાન ગૂમાવનારા નિર્દોષ નાગરિકોના આત્માને શાંતિ મળે અને જે ગૂમ થયા છે તેઓ સ્વજનરૂપે પરિવારમાં પરત આવે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યકત કરી હતી.

ઓરિસ્સાના લગભગ બધા જિલ્લાઓમાંથી જે ઓરિસ્સાવાસીઓ ગુજરાતમાં આવીને પરિશ્રમથી પ્રગતિના ભાગીદાર બન્યા છે તેમના યોગદાનનો ઋણ સ્વીકાર કરતાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓરિસ્સા જેમ પૂર્વના સમૂદ્રકાંઠે છે એમ ગુજરાત પશ્ચિમ ભારતના સમૂદ્રકાંઠે છે બંનેનો સંબંધ ઘણો જૂનો છે.

ઓરિસ્સાના કોણાર્કના સૂર્યમંદિરમાં સૂર્યદેવતાનું પ્રભાતનું પ્રથમ કિરણ ઝીલાય છે અને હિન્દુસ્તાનમાં ભ્રમણ કરીને ગુજરાતમાં મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યદેવતાના કિરણો સંધ્યા ઊજાશ પાથરે છે. ઓરિસ્સાની જનતા જનાર્દને આપેલા અભૂતપૂર્વ આવકારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિર પરિસરમાં ઉમટેલી વિશાળ જનમેદનીનું અભિવાદન કર્યું હતું.

ભૂવનેશ્વરથી પૂરી જતાં માર્ગમાં પંચસખાની પ્રતિમાઓને શ્રધ્ધાસુમન અર્પણ કરી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજી રથયાત્રાના પર્વે તેમના માસી ગૂંડિચા માતાના મંદિરે રોકાય છે તે પ્રાચિન મંદિરમાં જઇને દર્શન કર્યા હતા. ગોવર્ધનપીઠ-પૂરીના જગદગુરૂ શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ મુખ્યમંત્રીએ મેળવ્યા હતા અને સત્સંગ-પરામર્શ કર્યો હતો.

ગજપતિ મહારાજ, જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન પૂરીના રાજા દિવ્ય સિંહ દેવ અને મંદિરોના ટ્રસ્ટીઓએ નરેન્દ્ર મોદીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ દિવ્યસિંહ દેવે જે ગજપતિ મહારાજ તરીકે જગન્નાથજી માટે જીવન સમર્પિત કરેલું છે તેમના પેલેસમાં જઇને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

ભૂવનેશ્વરના વિમાની મથકે ઓરિસ્સા પ્રદેશ ભાજપાના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરો ઉપરાંત નાગરિક-જનતા મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટી હતી. ઓરિસ્સાના ગુજરાતી સમાજના આગેવાનોએ પણ મુખ્યમંત્રીનો ઉષ્માસભર સત્કાર કર્યો હતો.

જગન્નાથ મંદિર પહોંચ્યા નરેન્દ્ર મોદી

જગન્નાથ મંદિર પહોંચ્યા નરેન્દ્ર મોદી

જગન્નાથ મંદિર પહોંચીને નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે હું ભગવાન જગન્નાથની પવિત્ર ધરતીને નમન કરું છું અને ઇશ્વર પાસે બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

ભુવનેશ્વર એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું જોરદાર અભિવાદન

ભુવનેશ્વર એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું જોરદાર અભિવાદન

ભાજપના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી જેવા ભુવનેશ્વર એરપોર્ટ પર પહોંચ્યા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકર્તા અને નરેન્દ્ર મોદીના સમર્થકો ભારે સંખ્યામાં એરપોર્ટ હાજર રહ્યાં હતા.

ભુવનેશ્વર પહોંચીને સમર્થકોનું અભિવાદન સ્વિકારતાં નરેન્દ્ર મોદી

ભુવનેશ્વર પહોંચીને સમર્થકોનું અભિવાદન સ્વિકારતાં નરેન્દ્ર મોદી

ભુવનેશ્વર પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાના સમર્થકોનું અભિવાદન સ્વિકાર્યું હતું. તેમને હાથ હલાવીને પોતાનું અભિવાદન વ્યક્ત કર્યું હતું.

મોદીના ચહેરાનું માસ્ક પહેરાલા સમર્થક

મોદીના ચહેરાનું માસ્ક પહેરાલા સમર્થક

નરેન્દ્ર મોદીના સર્મથકોએ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે નરેન્દ્ર મોદીનું માસ્ક પહેર્યું હતું. સીધી લીટીમાં કહીએ તો ઓરિસ્સા મોદીમય બની ગયું હતું.

જગન્નાથ મંદીરમાં નરેન્દ્ર મોદીએ કર્યા ભગવાનના દર્શન

જગન્નાથ મંદીરમાં નરેન્દ્ર મોદીએ કર્યા ભગવાનના દર્શન

જગન્નાથ મંદીરમાં નરેન્દ્ર મોદીએ કર્યા ભગવાનના દર્શન

ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચ્યા મોદી

ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચ્યા મોદી

ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચ્યા મોદી

English summary
Looking to woo the people of Odisha, Gujarat CM Narendra Modi invoked blessings of Lord Jagannath here while lauding the contribution of Odia people for the economic development of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X