મોદીએ પૂર પીડિતો માટે કરી પ્રાર્થના, મદદ માટે સીએમને કર્યો ફોન

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય બહુગુણા સાથે આજે થયેલી ટેલિફોનીક વાતચીતમાં ઉત્તરાખંડમાં ગુજરાતમાંથી તીર્થયાત્રા કરવા ગયેલા તેમજ પ્રવાસ માટે ઉત્તરાખંડ ગયેલા અને પૂરનો ભોગ બનેલા ગુજરાતીઓ વિશે પણ પૂછ્યું.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ આજે બુધવારે સવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે ફોન પર વાત કરી. મોદીએ વાતચીતમાં ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં કોઇ મદદની જરૂર હોય તો ગુજરાત સરકાર કરવા માટે તૈયાર છે તેવું જણાવ્યું. આની સાથે મોદીએ ગુજરાતના પ્રવાસીઓ જેઓ પૂરનો ભોગ બન્યા છે તેમના અંગે પણ ભાળ મેળવી.
મોદીએ બહુગુણા સાથેની વાતચીત બાદ ટ્વિટ પણ કર્યું કે 'મેં ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાજી સાથે ફોન પર વાત કરી. અને કોઇ મદદની જરૂર હોય તો નિ:સંકોચ કહેવા માટે જણાવ્યું તેમજ પૂરનો ભોગ બનેલા ગુજરાતીઓ અંગે પણ પૂછ્યું.'
નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉત્તરાખંડમાં વરસાદના કારણે સર્જાઇ રહેલી હોનારતના દ્રશ્યો જોઇને ટ્વિટ કર્યું હતું કે 'ઉત્તરાખંડમાં આવેલા ભારે પૂરના દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે. આપણે અબઘળીએ જ પીડિત લોકોની સાથે થઇ જવું જોઇએ અને એવી પ્રાર્થના કરવી જોઇએ કે ખૂબ જ ઝલદી આ બધું સામાન્ય થઇ જાય.'












Click it and Unblock the Notifications
