For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી લખનઉની સીટ પરથી લડશે લોકસભાની ચૂંટણી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 એપ્રિલ: આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપમાં અંદરખાને મુખ્ય નેતાઓની ચૂંટણીની સીટોની વહેંચણી શરૂ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરના બદલે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ચૂંટણી લડશે અને ગાંધીનગર સીટ પરથી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી લડશે.

રાજકીય મહેકમમાં આ પ્રકારની અફવાઓ પર જોર છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ટીમ સાથે નવી દિલ્હીમાં આગામી ચૂંટણીની રણનિતી બનાવવામાં ઓતપ્રોત છે. સૂત્રોનું કહેવું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહાર વાજપેયની લખનઉ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની 92 વર્ષીય માતા હીરાબાએ નરેન્દ્ર મોદીને કહ્યું છે કે 'મારા આર્શિવાદ મારા પુત્રની સાથે છે, તે જલદી દેશના આગામી વડાપ્રધાન બનશે. હિરાબા ગાંધીનગરમાં પોતાના નાના પુત્ર પંકજ મોદીની સાથે રહે છે. તેમને વિધાનસભાની ચૂંટણી બાદ કહ્યું હતું કે 'તે નરેન્દ્ર મોદીની જીતની પ્રાર્થના કરે છે. હંમેશા મારા આર્શિવાદ હંમેશા તેમની સાથે છે અને મને આશા છે કે તે જલદી જ દેશના આગામી વડાપ્રધાન બને.

modi-advani

લખનઉ લોકસભાની સીટ પરથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેય ચૂંટણી લડતા હતા તથા એનડીએ દ્રારા વડાપ્રધાનના પદના ઉમેદવાર માટે નરેન્દ્ર મોદીની દાવેદારીને જોતાં નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયની પરંપરાગત સીટને વધુ પસંદ કરે છે. અટલ બિહારી વાજપેય આ સીટ પરથી 1991થી 2004 દરમિયાન પાંચ વાર ચૂંટણી જીત્યા છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી પોતના ઉત્તરાધિકારી રાજસ્વ મંત્રી આનંદીબેન પટેલ, નાણામંત્રી નિતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલને સોંપી શકે છે. નરેન્દ્ર મોદીને અમિત શાહ બાદ આ ત્રણ પર વધારે વિશ્વાસ છે. (ડીએનએ)

English summary
After reports that Gandhinagar MP LK Advani is likely to contest from Bhopal in next General Elections, it is being talked about that Amit Shah may contest the Lok Sabha Elections from Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X