દેશના 300 શહેરોમાં 'ચા પર ચર્ચા વિથ નમો'

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 20 જાન્યુઆરી: ચા વેચીને પોતાના ગરીબી ભરેલા અતીતને લોકો સમક્ષ રાખતાં નરેન્દ્ર મોદી આગામી મહિનાથી દેશના 300 શહેરોની 1,000 ચાની દુકાનોમાં લોકો સાથે વાત કરશે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની ચૂંટણી અભિયાન મેનેજમેન્ટ ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે 'એક ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદી 300 શહેરોમાં 1,000 ચાની દુકાનો પર ઇન્ટરનેટ અને ડીટીએચના માધ્યમથી વાત કરશે.' ગુજરાતના મુખ્યમંત્રી 'ચા પર ચર્ચા વિથ નમો' હેઠળ પાંચ શેરી બેઠકોમાં પણ ભાગ લેશે.

modi-tea

ચૂંટણી અભિયાન સંભાળી રહેલા સિટિજન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નેંસ (સીએજી)ના એક સભ્યએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ ચાલના માધ્યમથી સામાન્ય લોકો સાથે કેટલાક લોકો સાથે ગહન ચર્ચા કરશે. તેમને જણાવ્યું હતું કે તેના માટે હજુ સુધી અમારા તરફથી 300 દુકાનો સાથે સમજૂતી થઇ ચૂકી છે.

કોંગ્રેસ નેતા મણિ શંકર ઐય્યરે નરેન્દ્ર મોદીના અતીત પર મજાક ઉડાવતાં તેમને ચા વેચનાર કહ્યાં હતા. તેમના આ નિવેદન બાદ ચાવાળાઓ સાથે વાતચીતનું આ અભિયાન શરૂ થયું છે.

English summary
In an apparent bid to cash in on his humble background as a tea seller, Narendra Modi will interact with people at 1,000 tea stalls in 300 cities from next month.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.