આજે નરેન્દ્ર મોદીની 62મી વર્ષગાંઠ, ચૂંટણી પ્રચારમાં વિતાવશે દિવસ

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના જન્મ દિવસે તેઓ આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર ચૂંટણી માટેના પોતાના અભિયાનમાં વ્યસ્ત રહેશે. નરેન્દ્ર મોદી સોમવારે વિવેકાનંદ યુવા સંમેલન માટે રાજકોટ જશે. જ્યાં તે 14 હજાર યુવાનોને સંબોધિત કરશે.
ત્યારબાદ બપોરે 12 વાગે અંબાજી જશે જ્યાં મા અંબાના દર્શન -પૂજા-અર્ચન કરી અંબાજીમાં જાહેર સભાને સંબોધન કરશે. ત્યારબાદ 1.30 વાગે હડાદ, 2.00 વાગે ખેરોજ, 2.45 વાગે ખેડબહ્મા, 3.30 વાગે વડાલી, 4.30 વાગે ઇડર, 5.45 હિંમતનગર, 7.00 વાગે વિજાપુર જશે.












Click it and Unblock the Notifications
