Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મણિનગરમાં નરેન્દ્ર મોદીનો વિજય

modi
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મણિનગર બેઠક પર નરેન્દ્ર મોદીની વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસ દ્વારા શ્વેતા ભટ્ટને ટીકિટ આપી હતી. તે આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની છે. મોદી મતગણતરી શરૂ થઇ ત્યારથી જ શ્વેતા ભટ્ટથી આગળ હતા. પાંચમાં રાઉન્ડ દરમિયાન તેઓ 40 હજાર કરતા વધુ વોટની આગળ થઇ જતા તેમનો વિજય નિશ્ચિત થઇ ગયો હતો. મોદીના વિજયથી ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો જૂમી ઉઠ્યા છે. આ સાથે જ માંગરોળ બેઠક ખાતે ભાજપના રાજેશ ચુડાસમાનો વિજય થયો છે. તેમણે ચન્દ્રિકા ચુડાસમાને હરાવ્યા હતા. ગોંડલમાં ભાજપના જયરાજસિંહ જાડેજાનો વિજય થયો છે તેમની સામે જીપીપીના ગોરધન ઝડફિયાનો પરાજય થયો છે. કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર, 2012ના રોજ થવાનો છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી છે. પોલીસના જાપ્તા હેઠળ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગયા છે. આ અંગેની પ્રાત્પ વિગતો અનુસાર ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે. આ ઇવીએમ ગુજરાતમાં 33 સ્થળોએ ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સનાં સખત જાપ્તા હેઠળ કેદ છે. ચૂંટણી પંચે દિવસ-રાત 'સીલ્ડ' સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો ગોઠવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X