For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી એક ભારત માટે 'ભારત યાત્રા' શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 જૂન : ગોવાની ભાજપ કારોબારી નમો નમઃના મંત્ર સાથે પૂર્ણ થઇ છે. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં રીતસરના છવાઈ ગયા હતા. ચૂંટણીપ્રચાર સમિતિના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરાયા બાદ હવે સમગ્ર દેશમાં મોદી વાવાઝોડાની જેમ ફરી વળવા માગે છે. જે માટે દેશવ્યાપી ભારતયાત્રાનું આયોજન ઘડી કઢાયું છે. એક ભારતની સંકલ્પના સાથે આ ભારત યાત્રા મુખ્યપ્રધાન મોદી વિવેકાનંદજીની કર્મભૂમિ કન્યાકુમારીથી ભારતયાત્રાનો પ્રારંભ કરે તેવી પ્રબળ શક્યતા છે.

મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભાની ચૂંટણી માટેની ભાજપની પ્રચાર સમિતિના વડા તરીકે મોદીની નિમણૂક થવાથી હવે રાષ્ટ્રીય સ્તર પર જોરદાર પર્ફોર્મન્સ માટેની તેમના મીડિયા મેનેજરોએ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી નાખી છે. લોકસભાની ચૂંટણી 2014માં થવાની હોવાથી સમય ખૂબ ઓછો છે.

ભારત યાત્રાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર

રાષ્ટ્રવ્યાપી પ્રભાવ ઉભો કરાશે

રાષ્ટ્રવ્યાપી પ્રભાવ ઉભો કરાશે

દેશનાં 28 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 31 રાજ્ય - કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની ચૂંટણી આડે ફક્ત આઠથી દસ મહિનાનો સમય બાકી રહેતો હોઈ, ફરી વળવું શક્ય બનવાનું નથી. આ તમામ રાજ્યમાં ફરીને લોકસભાની ચૂંટણીનો માહોલ ઊભો કરવો અને પક્ષનો પ્રચાર કરવો હોય તો મહિનામાં ત્રણ રાજ્યની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવું પડે. જોકે, તેમ છતાં પણ રાષ્ટ્રવ્યાપી મોટો પ્રભાવ ઉભો થાય કે નહીં, તે અટકળોનો વિષય બને તેમ છે.

અડવાણીની પેટર્નથી જ ભારત યાત્રા

અડવાણીની પેટર્નથી જ ભારત યાત્રા

મોદી ભારતયાત્રાના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભારતયાત્રાથી મોદીનું વાવાઝોડું સમગ્ર દેશભરમાં ફરી વળી શકે તેમ છે અને તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી મોદી... મોદીનો મંત્ર ગૂંજી ઊઠી શકે તેમ છે. અગાઉ રામજન્મભૂમિ વખતે લાલકૃષ્ણ અડવાણીએ જે પ્રકારે રથયાત્રા કાઢી હતી તે જ પેટર્નથી મોદીની ભારતયાત્રા કઢાશે.

રથ તૈયાર થઇ રહ્યો છે

રથ તૈયાર થઇ રહ્યો છે

મોદીની ભારતયાત્રા માટેના રથ તૈયાર કરવાનું કામ ખાનગીમાં સોંપાઈ ગયું છે અને આધારભૂત માહિતી મુજબ રચના નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. મોદીને ઝેડ પ્લસ સુરક્ષા હોઈ રથ પણ ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહ્યા છે.

કન્યાકુમારીથી કાશ્મીર

કન્યાકુમારીથી કાશ્મીર

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ભારતયાત્રાનો પ્રારંભ કરશે? અને ક્યાં ભારતયાત્રાનું સમાપન કરશે તે અંગે વિશેષ જાણવા મળ્યું નથી. પરંતુ આધારભૂત સૂત્રો કહે છે કે, સ્વામી વિવેકાનંદની કર્મભૂમિ એવી કન્યાકુમારીથી મોદી તેમની ભારતયાત્રાનો પ્રારંભ કરશે અને કન્યાકુમારીથી નીકળેલી મોદીની ભારતયાત્રા કાશ્મીરમાં પૂરી થશે.

દેશનાં 28 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 31 રાજ્ય - કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની ચૂંટણી આડે ફક્ત આઠથી દસ મહિનાનો સમય બાકી રહેતો હોઈ, ફરી વળવું શક્ય બનવાનું નથી. આ તમામ રાજ્યમાં ફરીને લોકસભાની ચૂંટણીનો માહોલ ઊભો કરવો અને પક્ષનો પ્રચાર કરવો હોય તો મહિનામાં ત્રણ રાજ્યની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવું પડે. જોકે, તેમ છતાં પણ રાષ્ટ્રવ્યાપી મોટો પ્રભાવ ઉભો થાય કે નહીં, તે અટકળોનો વિષય બને તેમ છે.

આ બધાં કારણસર મોદી ભારતયાત્રાના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભારતયાત્રાથી મોદીનું વાવાઝોડું સમગ્ર દેશભરમાં ફરી વળી શકે તેમ છે અને તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી મોદી... મોદીનો મંત્ર ગૂંજી ઊઠી શકે તેમ છે. અગાઉ રામજન્મભૂમિ વખતે લાલકૃષ્ણ અડવાણીએ જે પ્રકારે રથયાત્રા કાઢી હતી તે જ પેટર્નથી મોદીની ભારતયાત્રા કઢાશે.

મોદીની ભારતયાત્રા માટેના રથ તૈયાર કરવાનું કામ ખાનગીમાં સોંપાઈ ગયું છે અને આધારભૂત માહિતી મુજબ રચના નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. મોદીને ઝેડ પ્લસ સુરક્ષા હોઈ રથ પણ ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહ્યા છે.

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ભારતયાત્રાનો પ્રારંભ કરશે? અને ક્યાં ભારતયાત્રાનું સમાપન કરશે તે અંગે વિશેષ જાણવા મળ્યું નથી. પરંતુ આધારભૂત સૂત્રો કહે છે કે, સ્વામી વિવેકાનંદની કર્મભૂમિ એવી કન્યાકુમારીથી મોદી તેમની ભારતયાત્રાનો પ્રારંભ કરશે અને કન્યાકુમારીથી નીકળેલી મોદીની ભારતયાત્રા કાશ્મીરમાં પૂરી થશે.

English summary
Narendra Modi would start Bharat yatra for united India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X