નર્મદા ડેમ ઓવરફ્લો થયો : કાંઠાના ગામોને સાવધ કરાયા

સામાન્ય રીતે, નર્મદા ડેમ ઓગસ્ટ મહિનામાં છલકાતો હોય છે, પણ આ વખતે જુલાઇના મધ્યમાં એટલે કે વહેલો છલકાયો છે. હવે ડેમ ઓગસ્ટમાં ફરીથી છલકાય એવી શક્યતા છે. ઓવરફ્લો થતા સરદાર સરોવર ડેમને જોવા માટે તે સ્થળે લોકોની મેદની ઉમટી પડી છે.
જેટલા પ્રમાણમાં પાણીની આવક છે તે જોતા પાણીનો ઓવરફ્લો હજી વધે તેવી સંભાવનાઓ છે. નર્મદા ફ્લડ કંટ્રોલના સુત્રોએ કહ્યુ હતુ કે હાલમાં પાણીની આવક 2.83 લાખ ક્યુસેક છે અને તેની સામે જાવક 52000 ક્યુસેક છે અને ઉપરવાસમાંથી પાણી જે રીતે છોડવામાં આવ્યુ છે તે જોતા હજી ઓવરફ્લો વધે તેવી શક્યતાઓ નકારી કઢાતી નથી.
બીજી તરફ વધારે પાણી ડેમમાંથી છોડવામાં આવે તેવી સંભાવનાઓને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા કાંઠાના સેંકડો ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
