For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદા ડેમ ઓવરફ્લોઃ 121.92 મીટરની સપાટી વટાવી

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાં પાણીની ભરપૂર આવકને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ મોડીરાત્રે 3.30 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થયો હતો. 121.92ની સપાટી વટાવીને નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો જ્યારે અત્યારે ડેમની સપાટી 122.10 મીટર છે.

1961 to 2014: નર્મદા ડેમ સાથે જોડાયેલા રોચક તથ્યો1961 to 2014: નર્મદા ડેમ સાથે જોડાયેલા રોચક તથ્યો

મધ્ય પ્રદેશમાં સતત વરસાદના પગલે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યાં હતાં. જેને પગલે કેવડિયા ખાતે મોસમમાં પહેલી વખત નર્મદા ડેમ છલકાયો છે.

narmada dam

જેટલા પ્રમાણમાં પાણીની આવક છે તે જોતા પાણીનો ઓવરફ્લો હજી વધે તેવી સંભાવનાઓ છે. નર્મદા ફ્લડ કંટ્રોલના સુત્રોએ કહ્યુ હતુ કે હાલમાં પાણીની આવક 2.83 લાખ ક્યુસેક છે અને તેની સામે જાવક 52000 ક્યુસેક છે અને ઉપરવાસમાંથી પાણી જે રીતે છોડવામાં આવ્યુ છે તે જોતા હજી ઓવરફ્લો વધે તેવી શક્યતાઓ નકારી કઢાતી નથી.

English summary
Narmada Dam Overflow due to heavy rain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X