નર્મદા: 289 ગામોમાં 3.51 લાખ લોકોને ઘરે ઘરે જઈને હાથીપગાની ગોળીઓનું વિતરણ કરાશે

Narmada: નેશનલ વેક્ટર બોન્ડ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 10 થી 12 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ફાઈલેરિયા (હાથીપગા) નિર્મુલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હાથીપગા રોગના વધુ પ્રમાણને ગંભીરતાથી લઈને ત્વરિત ધોરણે ડીઈસી અને આલ્બેન્ડાઝોલ દવાનું સામુહિક વિતરણ હાથ ધરાશે. 2 વર્ષથી ઉપરના તમામને ડોટ વિતરણ પદ્ધતિ મુજબ રૂબરૂ ગોળી ગળાવવામાં આવશે.

filaria

આ દવાઓ સગર્ભા-ધાત્રી માતા તેમજ ગંભીર પ્રકારની બિમારી ધરાવતા દર્દીઓને આ દવાનું વિતરણ કરાશે નહીં. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર જઈન દવાઓ ગળાવવામાં આવશે.

નાંદોદ તાલુકાના 144 ગામની 1.42 લાખથી વધુ વસ્તી તેમજ દેડિયાપાડાના 175 ગામની 2 લાખથી વધુ વસ્તી આમ 289 ગામોના કુલ 3.51 લાખથી વધુ વસ્તીને આવરી લેવાશે. નાંદોદ અને દેડિયાપાડાના લોકો દ્વારા આ કાર્યક્રમમાં નાગરિકોનો સહકાર મળી રહે, તે અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મળેલી અખબારી યાદીમાં જણાવાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X