Naroda Patiya Kand : નરોડા પાટિયા કાંડના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે SIT
Naroda Patiya Kand : નરોડા ગામ રમખાણો મામલે સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ આ કેસમાં વિશેષ અદાલત દ્વારા તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે. ઓફિસિયલ સુત્રોએ સોમવારના રોજ આ અંગે જાણકારી આપી હતી.
સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, SIT વિશેષ અદાલતના ચુકાદાની નકલની રાહ જોઈ રહી છે. તેનો અભ્યાસ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ અગાઉ પીડિત પરિવારના વકીલોએ પણ જણાવ્યું હતું કે, સ્પેશિયલ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.

અત્રે નોંધનીય બાબત છે કે, 20 એપ્રિલના રોજ, SIT કેસ માટે સ્પેશિયલ જજ એસકે બક્ષીની અમદાવાદ સ્થિત કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની અને પૂર્વ બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોડનાની ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે.
શું છે નરોડા ગામ રમખાણ કેસ? - 27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી કાર સેવકોથી ભરેલી ટ્રેન પર હુમલો થયો હતો. ગોધરા ટ્રેનની ઘટનામાં 58 કાર સેવકોના મોત થયા હતા. જેના એક દિવસ બાદ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં હિંસા થઈ હતી.
28 ફેબ્રુઆરી 2002ના રોજ સાંપ્રદાયિક હિંસામાં 11 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં 86 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, 86માંથી અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. ટ્રાયલનો સામનો કરી રહેલા 86 આરોપીઓમાં બીજેપી નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી પણ સામેલ હતા.
રમખાણો બાદ સરકારે સમગ્ર મામલાની SIT તપાસના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ SIT ટીમે પૂર્વ મંત્રી માયા કોડનાનીને મુખ્ય આરોપી બનાવ્યા હતા.
અમિત શાહ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા - સ્પેશિયલ પ્રોસિક્યુટર સુરેશ શાહના જણાવ્યા અનુસાર, 2010માં શરૂ થયેલી અને લગભગ 13 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓને તપાસ્યા હતા, જેની સુનાવણી છ જજે કરી છે.
સપ્ટેમ્બર 2017માં, ભાજપના વરિષ્ઠ નેતા (હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહ ભાજપના નેતા માયા કોડનાનીના બચાવ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા. કોડનાનીનો દાવો છે કે, તે હિંસા દરમિયાન ગુજરાત વિધાનસભા અને સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતી અને નરોડા ગામ જ્યાં હત્યાકાંડ થયો હતો ત્યાં નહીં.
કોર્ટ સમક્ષ જુબાની દરમિયાન અમિત શાહે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ કોડનાનીને 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં સવારે 8.30 કલાકે મળ્યા હતા અને ત્યારબાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સવારે 11 થી 11.30 વાગ્યાની વચ્ચે મળ્યા હતા, જે દિવસે નરોડા ગામ રમખાણો થયા હતા.
ચાર્જશીટમાં એસઆઈટીએ આરોપ લગાવ્યો હતો કે, માયા કોડનાની સવારે 8.40 કલાકે વિધાનસભાથી નીકળી ગયા હતા અને સવારે 9.30 વાગ્યે નરોડા ગામ પહોંચ્યા હતા. તપાસ ટીમે એવો પણ દાવો કર્યો હતો કે, માયા કોડનાનીના મોબાઈલ ફોનના સિગ્નલ દર્શાવે છે કે, તે સવારે 10.30 વાગ્યા સુધી સ્થળ પર હતી.
13 વર્ષ સુધી ચાલી ટ્રાયલ - આ કેસની ટ્રાયલ 2010માં શરૂ થઈ હતી. વિશેષ વકીલ સુરેશ શાહે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે 187 સાક્ષીઓ અને બચાવ પક્ષે 57 સાક્ષીઓને તપાસ્યા હતા. જસ્ટિસ એસએચ વોરા, જસ્ટિસ જ્યોત્સના યાજ્ઞિક, જસ્ટિસ કેકે ભટ્ટ, જસ્ટિસ પીબી દેસાઈ, જસ્ટિસ એમકે દવે, જસ્ટિસ પીબી દેસાઈ - છ જજોએ લગભગ 13 વર્ષ સુધી ચાલેલા આ કેસની અધ્યક્ષતા કરી છે.
કલમ 302 (હત્યા), કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 143 (ગેરકાયદેસર સભા), કલમ 147 (હુલ્લડો), કલમ 148 (ઘાતક હથિયારોથી સજ્જ તોફાનો), કલમ 120 (b) (ગુનાહિત કાવતરું) અને 153 (હુલ્લડો માટે ઉશ્કેરણી) હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
