"રાષ્ટ્રીય બાળકી દિવસ” નિમિત્તે ગુજરાતમાં યોજાયા કાર્યક્રમો

Posted By:
Subscribe to Oneindia News

તા. ૨૪ મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળકી દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેકર કે.એમ. ભિમજીયાણીએ રાજપીપળા ખાતે "રાષ્ટ્રીય બાળકી દિવસ" ની ઉજવણી નિમિત્તે યોજાયેલી રેલીને લીલી ઝંડી આપી હતી. રાજપીપળા ખાતે બાળ સુરક્ષા એકમ અને પોલીસ વિભાગ સુરક્ષા સેતુ સોસાયટી આ રેલીનું આયોજન કર્યું હતું.સમાજમાં બાળકીના જન્મ પ્રત્યે વધી રહેલા દુષણને ડામવા અને આ પ્રત્યે જનજાગૃત્તિ લાવવા રાજપીપળા શહેરની વિવિધ શાળાઓની બાળાઓ દ્વારા વિશાળ રેલી યોજાઇ હતી.

girl child

આ રેલીમાં બેટી બચાવો - બેટી પઢાવો, કન્યા ભૃણ હત્યા અટકાવો, દિકરો-દિકરી એક સમાન, દિકરી રૂડી - સાચી મૂડી, બાળકીના જન્મ ખુશીથી મનાવો, બાળ લગ્ન અટકાવો, ગેરકાયદેસર થયુ ગર્ભ પરિક્ષણ અટકાવો વગેરેના સુત્રોચ્ચાર અને બેનરો સાથે જિલ્લા ન્યાયાલયથી પ્રસ્થાન થઇ શહેરના મુખ્ય માર્ગ, સ્ટેશન રોડ, સફેદ ટાવર થઇ સરદાર ટાઉન હોલ ખાતે રેલીનું સમાપન થયુ હતું.

girl child

તો બીજી તરફ મહેસાણામાં પણ બેટી બચાવો બેટી પઢાવો ઉપર કાર્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર આલોક કુમાર પાંડે જણાવ્યું હતું કે આપણે જે કાંઇ ભ્રુણ હત્યાનું પાપ કરીએ છીએ તેમા વિશ્વ કક્ષાએ અનેક પારિતોષિકો ગુમાવેલ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે સમાજ પુરુષ અને સ્ત્રીઓની સંખ્યામા જે અસમાનતા જોવા મળે છે તેનાથી આવનાર દિવસોમા અનેક પડકારો ઉભા થવાની શક્યતાઓ રહેલી છે અને તે પડકારોને દૂર કરવા માટે સમાજે આજથી જ કટીબધ્ધ થવુ પડશે. તેમને વધુમા જણાવ્યું હતું કે દિકરીને જન્મ આપીને તેને દિકરા સમોવડી બનાવી તેને ભણાવવી પણ પડશે. આ માટે તેમને બેટી બચાઓ અને બેટી પઢાઓ ના અભિયાનમાં સૌ કોઇને જોડાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

Read also: આ તો કેવું પ્રમોશન? શાહરૂખ ખાનનું જીવલેણ પ્રમોશન

આ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમા સતલાસણા,ખેરાલુ,ઉંઝા,વિસનગર,વડનગર,વિજાપુર, મહેસાણા, બહુચરાજી અને કડી તાલુકાઓનો સમાવેશ થાય છે લાંઘાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મહેસાણા જિલ્લો દરેક ક્ષેત્રે આગળ વધી રહેલ છે પરંતુ સ્ત્રી અને પુરુષના રેશિયામાં જે વધ ઘટ છે તેમા તે પંચાવનમા ક્રમે છે જે એક ચિંતાનો વિષય છે. તેવું તેમણે જણાવ્યું હતું.

English summary
In Mehsana and Rajpipla National girl child day is celebrated. Read here more.
Please Wait while comments are loading...