For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કચ્છી ગરબાના થોડા હટકે સ્ટેપ્સ શીખો અહીં

નવરાત્રીમાં ગરબા રમો અવનવી રીતો સાથે અને બનો બધાથી હટકે. આજે શીખો કચ્છી ગરબાના કેટલાક સરળ સ્ટેપ. આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

આજે નવરાત્રીનો બીજો દિવસ છે. ખેલૈયાઓ મન મુકીને નવરાત્રીનો આનંદ લઈ રહ્યા છે. જો તમને હજુ પણ ગરબા કરતા નથી આવડતા તો વનઇન્ડિયા ગુજરાતી તમારી આ મુંઝવણને દુર કરી શકે છે. અહીં અમે તમને ગરબાના નવા નવા અને સરળ સ્ટેપ શીખવાડીશું, એ સરળ સ્ટેપ જોઈને તમે સરળતાથી ગરબા રમી શકશો. જેમ આપણી બાર ગાવે બોલી બદલાય છે, તેમ દરેક પ્રદેશના ગરબા રમવાની રીત પણ બદલાય છે. તો આજે અમે તમને કચ્છી ગરબાના સ્ટેપ શીખવાડીશું. કચ્છના લોકો સામાન્ય રીતે આવી સ્ટાઇલથી ગરબા રમતા હોય છે. તમે પણ આ ગરબા સ્ટાઇલ શીખી, આ નવરાત્રીએ તમારા મિત્રો સાથે કચ્છી ગરબા રમવાનો આનંદ માણી શકો છો.

Navratri

નવરાત્રીના નવે દિવસો ખૈલાયોઓ ગરબા રમવા માટે નવી નવી રીતો શોધતા હોય છે. એકલા અથવા તો ગૃપમાં જ્યારે ગરબા રમવાની વાત આવે ત્યારે ઘણીવાર એકના એકસ્ટેપ કરીને કંટાળો આવતો હોય છે. આ વર્ષે તમે વનઇન્ડિયા ગુજરાતીની નવરાત્રી સ્પેશયલ સીરિઝમાં બેઝિક ગરબાથી માંડીને ગરબાના એડવાન્સ ફોર્મ સુધી બધુ જ શીખવીશું. અમે અત્યાર સુધીમાં દોઢિયું, ત્રણ તાળી અને એડવાન્સ સનેડાના સ્ટેપ શીખવાડી ચુક્યા છીએ. જો તમે હજુ પણ વધારે હટકે ગરબા કરવા માંગો છો, તો કચ્છી સ્ટાઇલના ગરબાનો આ વીડિયો જુઓ અહીં..

English summary
Learn Kutchi Garba steps here, watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X