For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos : અમદાવાદ ખાતે નવરાત્રી મહોત્સવ 2017ની શરૂઆત

ગુરુવારે અમદાવાદ ખાતે સીએમ વિજય રૂપાણીએ નવરાત્રી સમારંભની કરી શરૂઆત. આ પ્રસંગે અહીં યોજાયો રંગારંગ કાર્યક્રમ. જુઓ તસવીરો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરાત્રી મહોત્સવન પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ આ પ્રસંગે રંગારંગ કાર્યક્રમની પણ ઉજવણી થઇ હતી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ગરબા કાર્યક્રમની ઉજવણીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વર્ષે પણ ચાલુ રાખી હતી. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે નવરાત્રીથી ગુજરાતને વૈશ્વિક ઓળખ મળી છે. નવરાત્રી નારી ગૌરવનું- શક્તિની આરાધના- અનુષ્ઠાનનું પર્વ છે. તેમણે કહ્યું કે આ પર્વમાં ગુજરાતનું સમાજ જીવન નાતિ-જાતિ, ગરીબ-અમીરના ભેદને ભૂલી સૌને નૃત્યોત્સવથી જોડે છે. આ સૌના સાથ સૌના વિકાસનું પર્વ છે.

Navratri

સાથે જ તેમણે આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ઉત્સવો-રાષ્ટ્રીય પર્વોનેન જનભાગીદારીથી લોકો વચ્ચે ઉજવવાની પરંપરાની પહેલ તે સમયનાં મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યારે આ વર્ષે પણ માં આધ્યાશક્તિની કૃપા આશીષ સદાય આપણી પર વરસતા રહે તેવી કામના તેમણે કરી હતી.

Navratri

ત્યારે આ પ્રસંગે અનેક જાણીતા નૃત્યગ્રુપો દ્વારા ગરબા, રાસ અને નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ખાસ આકર્ષણ જમાવ્યું હતું. અને મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને માણ્યો હતો. રાસ ગરબા અને માટલા જેવા વિવિધ પ્રોપ્સ સાથે યોજવામાં આવેલા આ કાર્યક્રમને લોકોએ મન ભરીને માણ્યો હતો. વધુમાં આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા,ગણપતભાઇ વસાવા, નિર્મલાબેન વાધવાણી સમતે અમદાવાદના મેયર ગૌતમ શાહે પણ હાજરી આપી હતી.

Navratri

સાથે જ આ પ્રસંગે પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવાએ કહ્યું હતું કે ગુજરાતમાં ઉત્સવો સમાજ જીવન સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મમાં શક્તિ પૂજાનું અનોખ મહત્વ છે. અનુષ્ઠાન અને પૂજાથી શક્તિની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી.

Navratri
English summary
Navratri Inaugural function by CM Vijay Rupani at Ahmedabad. See here the photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X