કોરોનાના કાળા કહેર વચ્ચે સાર્વજનિક રૂપે નવરાત્રિનું આયોજન ના થાયઃ સીઆર પાટીલ
કોરોનાના કાળા કહેર વચ્ચે સાર્વજનિક રૂપે નવરાત્રિનું આયોજન ના થાયઃ સીઆર પાટીલ
અમદાવાદઃ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, તેમનું અંગત મંતવ્ય છે કે કોરોનાના સંક્રમણ વચ્ચે સાર્વજનિક રૂપે નવરાત્રીનું આયોજન ના થવું જોઈએ. તેમણે કહ્યું કે ચિકિત્સક સહિત વિશેષજ્ઞ સાર્વજનિક મેળાનો વિરોધ કરી રહ્યા છે, એવામાં સાર્વજનિક રૂપે નવરાત્રિને મંજૂરી ના આપવી જોઈએ.

વીડિયો કોન્ફ્રેન્સિંગથી સોમવારે મીડિયાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે કૃષિ સાથે જોડાયેલા બિલ ખેડૂતોના હિત માટે છે. જેને લઈ કોંગ્રેસ ખેડૂતોને ઉકસાવવાની કોશિશ કરી રહી છે. આ બિલનું સમર્થન કરવું જોઈએ. તેમણે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે આ સંબંધમાં રાજનૈતિક દુષ્પ્રચાર પર ધ્યાન ના આપવું જોઈએ. કોંગ્રેસ પોતાનો ચૂંટણી ઢંઢેરાને ક્યારેય ગંભીરતાથી નથી લેતી. તેમણે દાવો કર્યો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ બિલના સંબંધમાં વાત કરી હતી, પરંતુ તેના પર ભાજપ સરકારે અમલ કર્યો.
કેન્દ્ર સરકારે પહેલા ખેડૂતોને આ વિશે વાત જણાવવી જઈએ સવાલ પૂછતાં સીઆર પાટીલે કહ્યું કે, બિલ વિશે અગાઉથી મંતવ્યો મંગાવવાથી તેનો દુષ્પ્રચાર વદુ થઈ જાય છે. તેમાં લાભ નહિવત હોવાની સંભાવના રહે છે. તેમણે રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને વરસાદથી પાકને થયેલ નુકસાનના બદલામાં 3700 કરોડના રાહત પેકેજનું સ્વાગત કર્યું છે.












Click it and Unblock the Notifications
