Navsari Lok Sabha Election Results 2024 LIVE Gujarati: નવસારી લાઇવ રિઝલ્ટ, સીઆર પાટિલ વર્સિસ નૈસાધ દેસાઇ
Navsari Lok Sabha Election Results 2024 LIVE Gujarati: સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે વર્ષ 2008માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. પહેલીવાર 2009માં નવસારી લોકસભા સીટ પર ચૂંટણી યોજાઇ હતી ત્યારે આ બેઠક પરથી ભાજપના ચંદ્રકાંત રઘુનાથ પાટિલ સાંસદ તરીકે ચૂંટાઈને સંસદ ભવન પહોંચ્યા હતા. નવસારી લોકસભા બેઠક દક્ષિણ ગુજરાતમાં આવેલી છે.

નવસારી ચૂંટણીક્ષેત્રમાં કૂલ 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંઃ- લિંબાયત, ઉધના, મજુરા, ચોરીયાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી સામેલ છે. આ લોકસભા સીટ પર હજી કોંગ્રેસ જીતનું ખાતું ખોલી શકી નથી. નવસારી બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 3 લોકસભા ચૂંટણી થઇ અને ત્રણેય વખત ભાજપના સી.આર. પાટિલ આ બેઠક પરથી ચૂંટાયા છે.
લોકસભા ચૂંટણી 2024માં પણ ભાજપે ચોથી વખત પોતાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલને ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસે નૈસાધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા. બંનેની કિસ્મતનો નિર્ણય ઈવીએમ પેટીમાં કેદ થઇ ગયો છે. જે આજે Navsari Seat Result જાહેર થતાની સાથે જ ખુલશે.
નવસારી લોકસભા મતવિસ્તારમાં કૂલ 22 લાખ 23 હજાર 550 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 59.66% એટલે કે 13 લાખ 26 હજાર 542 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. Navsari Live Result મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
8:00 AM - બેલેટ પેપરની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. નવસારીથી સીઆર પાટિલ આગળ ચાલી રહ્યા છે.
8:33 AM - નવસારીથી ભાજપના ઉમેદવાર સીઆર પાટિલ 10 હજારની લીડથી આગળ ચાલી રહ્યા છે.
11:35 AM - નવસારીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે સી.આર પાટીલ ભાજપને 338721 મતો મળ્યા, કોંગ્રેસના નૈષધ દેસાઈને 81473 મતો મળ્યા. 257248 મતોથી સી. આર. પાટીલ આગળ
12:21 PM - નવસારીમાં સીઆર પાટીલ 3,89000 ની લીડ સાથે આગળ
12:44 PM - 9 રાઉન્ડના અંતે લોકસભઆ બેઠક નવસારીથી ભાજપના ઉમેદવાર સીઆર પાટિલ 3,15,193 મતથી આગળ ચાલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
