NCPએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે 9 ઉમેદવારો જાહેર કર્યા

ncp-logo
ગાંધીનગર, 23 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ પોતાના 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે બેઠક ફાળવણી મુદ્દે એનસીપીને કોંગ્રેસ સાથે મતભેદો સર્જાયા હતા. આ મતભેદોને પગલે એનસીપીએ એમ કહી કોંગ્રેસ પર દબાણ કર્યું હતું કે જો કોંગ્રેસ તેમની વાત નહીં માને તો એનસીપી સ્વતંત્ર રીતે ગુજરાતની તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનું જણાવ્યું હતું.

એનસીપીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીઓ માટે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી સમજૂતી ઘડી હતી. જે મુજબ એનસીપીએ જે બેઠકો પર ઉમેદવારો જાહેર ક્યા છે ત્યાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો નહીં ઉતારે. યાદી મુજબ ગુજરાત પ્રદેશ એનસીપીના અધ્યક્ષ જયંત પટેલ (બોસ્કી) આ વખતે ઉમરેઠ વિધાનસભા પરથી ચૂંટણી લડવાના છે. આ અગાઉ તેઓ સારસા બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં એનસીપીએ ગુજરાતમાં 15 ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી 3 બેઠકો પર તેમને વિજય મળ્યો હતો. આ કારણે પોતાનું પ્રભુત્વ વધારવા એનસીપીએ કોંગ્રેસ પાસે વદારે બેઠકોની માંગણી કરી હતી. જે અંતર્ગત 9 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. એનસીપીને વિશ્વાસ છે કે કેટલીક બેઠકો પર તે કોંગ્રેસ કરતા વધારે સારો દેખાવ કરી શકે એમ છે.

એનસીપીના ઉમેદવારોના નામની યાદી
ઉમરેઠ - જયંત પટેલ (બોસ્કી)
ગોંડલ - ચંદુ વઘાસિયા
દેવગઢ બારિયા - પંકજ ચૌહાણ
કુતિયાણા - કાંધલ જાડેજા
લિંબાયત - જામીર પઠાણ (રાજદીપ)
વિસનગર - નવીન પટેલ
અકોટા - નીલેશ પટેલ
વાવ - ચંદુભાઇ ઠક્કર
શાહેરા - રઘુભાઇ ભરવાડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X