For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે દેશ ભરમાં NEETની પરીક્ષા, ગુજરાતમાં વાલીઓમાં રોષ

નીટની કડક ગાઇડલાઇનના કારણે સુરત અને અમદાવાદના કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વાલીઓ રોષે ભરાયા હતા.

By Oneindia
|
Google Oneindia Gujarati News

દેશભરમાં મેડીકલ કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે નીટ ની પરીક્ષા આજે લેવામાં આવી છે, જેમાં દેશભરમાંથી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતમાં 60 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા માટે રજીસ્ટર કરાવ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહીત મોટા શહેરોમાં નીટની પરીક્ષા માટે સેન્ટર આપવામાં આવ્યા હતા. આજે વહેલી સવારથી વાલીઓ દુર-દુરથી પોતાના બાળકોને નીટ પરીક્ષા માટે સેન્ટર પર મુકવા આવી પહોંચ્યા હતા.

neet exam

નીટની પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા ગાઈડલાઈન ઈશ્યુ કરવામાં હતી. જેમાં પરીક્ષાર્થીઓ આખી સ્લિવના શર્ટ, શુઝ અને વિદ્યાર્થિનીઓ હેર પીન, નેકલેસ, રીંગ, બેજ, બ્રોચ, ઈયરિંગ્સ વગેરે વસ્તુ પહેરીને પરીક્ષા આપવાની મનાઇ હતી. નીટ પરીક્ષામાં પાણીની બોટલ, કોલ્ડ્રીંકસ, નાસ્તો, ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ જેવી ચીજવસ્તુઓ લઇ જવાની પણ મનાઇ હતી. પરીક્ષાર્થીઓને પેન્ટ અને હાફ સ્લિવનો શર્ટ તેમજ સ્લિપર અથવા તો સેન્ડલ પહેરીને આવવા માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી.

પરીક્ષા સેન્ટર પર ફુલ સ્લિવ પહેરીને આવેલા પરીક્ષાર્થીઓ કાપી લેવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. સુરતમાં નીટ પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને સાથે કંઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ફૂલ સ્લિવના કપડા પહેરીને આવ્યા હતા અને ગાઈડલાઈન મુજબ તેમના કાપવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓના વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર રોષે ભરાયા હતા.

નીટની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પાણીની બોટલ, કોલ્ડડ્રીંક્સ, નાસ્તો, પેન, રાઈટીંગ પેડ, ઈરેઝર, કેલ્ક્યુલેટર, પેન્સીલ બોક્ષ જેવી વસ્તુઓઓ પણ લઈ જઈ શક્યા નહોતા. આ પ્રકારની ગાઈડલાઈનને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો હતો. સુરત અને અમદાવાદ સહીત વિવિધ કેન્દ્રો પર સવારથી વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે પહોચ્યા હતા. જો કે, વાલીઓ માટે આ કડવો અનુભવ રહ્યો હતો. નીટના કડક નિયમોને જોતાં વાલીઓમાં નારાજગી પ્રસરી ગઇ હતી.

બીજી બાજુ મોડા આવેલા પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડ બેસવા દેવામાં નહોતા આવ્યા. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે માત્ર 10થી 15 મિનીટ મોડા આવ્યા છતાં પણ પરીક્ષ આપવા દેવામાં નહોતી આવી.

ગુજરાતમાં આ સત્રમાં મેડીકલમાં પ્રવેશ લેવા માટે પ્રથમવાર નીટ ફરજીયાત કરવામાં આવી છે. જેથી આજે દેશભરની સાથે ગુજરાતમાં પણ મેડીકલમાં પ્રવેશ લેવા માટે નીટ પરીક્ષા યોજાઈ હતી. નીટ પરીક્ષામાં ત્રણ પેપર હતા; બાયોલોજી, ફીઝિક્સ અને કેમેસ્ટ્રી. વિદ્યાર્થીઓ મુજબ તેમને ફીઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર અઘરું લાગ્યું હતું, જયારે બાયોલોજી પેપર વિદ્યાર્થીઓ મુજબ સરળ હતું. નેગેટીવ માર્ક્સ સીસ્ટમ હોવાથી વિદ્યાર્થીઓ થોડા પેપરના પરિણામને લઇ મુંઝવણમાં જોવા મળ્યા હતા.

{promotion-urls}

English summary
NEET Medical Entrance Test, some resentments between parents at Surat and Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X