• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વસતી ગણતરીને તાજા આંકડા બાદ રાજ્યમાં ફરી સીમાંકનની શક્યતા

|
gujarat-map
ગાંધીનગર, 11 એપ્રિલ : ગુજરાતની વર્ષ 2011ની વસ્‍તી ગણતરીના તમામ એકમોના સત્તાવાર આખરી આંકડા જાહેર થવાની તૈયારી છે. તેના પગલે રાજ્‍યની તમામ તાલુકા પંચાયતો, નગર પંચાયતો, જિલ્લા પંચાયતો વગેરેમાં નવુ સીમાંકન તોળાઈ રહ્યુ છે. આ જ માપદંડ તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને લાગુ પડશે.

ગુજરાત રાજ્યના તમામ નગરો મહાનગરોમાં 2015ની ચૂંટણી નવા સીમાંકન મુજબ થશે. જેના પગલે રાજકીય સમીકરણોમાં પણ ધરખમ ફેરફાર થઈ જશે. વસ્‍તી ગણતરી વિભાગ અઠવાડીયામાં સત્તાવાર આંકડા જાહેર કરે પછી ચૂંટણી પંચે નવા સીમાંકન માટે આગળ વધવાની પ્રાથમિક તૈયારી કરી રાખી છે.

રાજ્‍યમાં દર 10 વર્ષે વસ્‍તી ગણતરી થાય છે. છેલ્લી વસ્‍તી ગણતરી 2011માં થઈ હતી. તેના પ્રોવિઝનલ આંકડાઓ પ્રસિદ્ધ થઈ ગયા હતા. હવે આગામી ટૂંક સમયમાં તમામ ગામ, નગર અને મહાનગરોના આખરી સત્તાવાર આંકડાઓ પ્રસિદ્ધ થાય તેવી શકયતા છે.

હવે 2011ની ગણતરી મુજબ વસ્‍તીમાં નોંધપાત્ર વધારો થતા વોર્ડની સંખ્‍યામાં પણ વધારો થાય તેવી પ્રબળ શકયતા છે. વોર્ડ વધવાથી વોર્ડવાઈઝ ત્રણ ત્રણ કોર્પોરેટરોની સંખ્‍યા વધશે. દરેક વોર્ડમાં એક બેઠક મહિલા અનામત છે. ભવિષ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યોની ચૂંટણીમાં રાજ્‍ય સરકાર મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત કરવા માગે છે.

રાજ્યના તમામ શહેરો, જિલ્લાઓ, તાલુકાઓમાં નવું સીમાંકન થતા તેની સીધી અસર રાજકીય સમીકરણો પર પડશે. નવું સીમાંકન સરેરાશ વસ્‍તીના આધારે તેમજ અનામત બેઠકો જ્ઞાતિ જુથને આધારે નક્કી થાય છે. 2014ના વર્ષના અંત સુધીમાં નવી વોર્ડ રચનાની સમગ્ર કામગીરી પુરી થઈ જાય તેવી ધારણા છે. ધારાસભાની ચૂંટણીની જેમ નવું સીમાંકન રાજકીય ક્ષેત્રે કેટલાકને ફળશે જ્‍યારે કેટલાક માટે વિપરીત પરિસ્‍થિતિ ઉભી કરી શકે છે.

English summary
New delimitation will done in Gujarat soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more