Hadad Taluka : બનાસકાંઠાનો નવો હડાદ તાલુકો અમલમાં આવ્યો, કચેરીઓનું લોકાર્પણ કરાયુ
Hadad Taluka : બનાસકાંઠા જિલ્લાના વહીવટી માળખામાં એક મહત્વનો ફેરફાર થયો છે. લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલા હડાદ તાલુકાની આખરે સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે.
દશેરા અને ગાંધી જયંતિ (૨ ઓક્ટોબર) ના શુભ સંયોગે બનાસકાંઠાના આ નવા તાલુકાનું વહીવટી કામ શરૂ કરાયું છે.

અગાઉ દાંતા તાલુકાનો ભાગ રહેલો હડાદ વિસ્તાર હવે સ્વતંત્ર ઓળખ ધરાવશે. વહીવટી સરળતા અને સ્થાનિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
દાંતા તાલુકો મોટો આદિવાસી વિસ્તાર છે, જેમાં અંદાજે ૧૮૬ ગામોનો સમાવેશ થતો હતો. હવે આમાંથી ૭૪ ગામો અને ૧૯ ગ્રામ પંચાયતોને જોડીને હડાદને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે.
આજે ગાંધી જયંતિના દિવસે હડાદ ખાતેની મુખ્ય સરકારી કચેરીઓનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે દાંતાના મદદનીશ કલેકટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આ નવી કચેરીઓ શરૂ થતાં આ વિસ્તારના લોકોને સરકારી કામગીરી માટે લાંબુ અંતર કાપવું નહીં પડે અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે, જે સ્થાનિક વિકાસને વેગ આપશે.












Click it and Unblock the Notifications
