નવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ

Subscribe to Oneindia News

31મી ડીસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની પાર્ટી અને અસામાજીક તત્વો સામે આકરા પગલા લેવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ 3 ટીમ બનાવવામાં આવી છે. તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પીસીબી અને મહિલા ક્રાઇમ બ્રાંચ સહિત 180થી વધારે ટીમ દ્વારા સમગ્ર અમદાવાદમાં પેટ્રોલીગ કરવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદમાં આવેલા ડીસ્કો થેક, પ્રાઇવેટ હોટલ તેમજ અન્ય ખાનગી સ્થળોએ ખાનગી સિક્યોરીટી કંપનીઓના સંચાલકો સાથે પોલીસે મીટીંગ કરી છે. સાથે જ દારૂ પીનાર તેમજ બેદરકારી પૂર્વક વાહનો ચલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસ 300થી વધારે વાહનો દ્વારા સમગ્ર શહેરમાં 31મી ડીસેમ્બરની રાત્રીએ પેટ્રોલીંગ કરવામાં આવનાર છે.

party

મહિલા ક્રાઇમ બ્રાંચના એડીશનલ ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે મહિલા પોલીસની પાંચ ટીમ અમદાવાદના એસ જી હાઇવે, સી જી રોડ તેમજ અન્ય વિસ્તારમાં મહિલા પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલીંગ કરવામાં આવશે. તેમજ ખાનગી હોટલની પાર્ટી પણ ખાસ વોચ રાખવામાં આવનાર છે. આ ઉપરાંત, અમદાવાદ ટ્રાફિક પોલીસનો સ્ટાફ પણ એસ જી હાઇવે સહિતના વિસ્તારોમાં તૈનાત રહેશે. તેમજ દારૂડીયાઓને ઝડપી લેવા માટે અમદાવાદ પોલીસ પૂરતા બ્રેથ એનાલાઇઝરની વ્યવસ્થા પણ કરી છે. તેમજ સ્થાનિક બુટલેગરો પર વોચ રાખવા માટે છેલ્લાં ત્રણ વર્ષમાં પોલીસ ચોપડે ચડી ગયેલા આરોપીઓની યાદી કરી છે. જેથી તેમની મુવમેન્ટ પર નજર રાખી શકાય. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ અમદાવાદ રૂરલ પોલીસે રૂપિયા 58 લાખનો દારૂ જપ્ત કરાયો હતો. જે અમદાવાદના કોઇ બુટલગેરને સપ્લાઇ કરવાનો હતો. ત્યારે નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે પુરતી વ્યવસ્થા કરી છે.

English summary
Before New year celebration begin in Gujarat, Police keep eye on law enforcement.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.