For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમારની જેડીયુ ગુજરાતમાં 75 ઉમેદવાર ઉભા રાખશે

|
Google Oneindia Gujarati News

jdu-logo
ગાંધીનગર, 19 ઑક્ટોબર : ગુજરાતમાં વિછાનસભા ચૂંટણીમાં પોતાના પક્ષના 75 ઉમેદવારો ઉભા રાખવાની નીતિશ કુમારની જેડીયુએ જાહેરાત કરતા નીતિશ કુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની તિરાડ વધારે પહોળી થવાના સંકેત મળી રહ્યા છે.

જેડીયુના ગુજરાત પ્રદેશ પ્રભારી ચંદ્રપ્રભા સિંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એમનો પક્ષ ઓછામાં ઓછી દસથી પંદર બેઠકો પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના હાર-જીતમાં નિર્ણાયક પરિબળ બની રહેશે એવો પડકાર ઊભો કરવામાં સફળ રહેશે. સિંઘવીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ આમ જણાવ્યું હતું.

સિંઘવીએ કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ઝગડિયામાં અમારા ધારાસભ્ય છોટુ વસાવા ઉપરાંત એમના પુત્રને લઇને ડેડિયાપાડા, નિઝર, માંગરોળ, માંડવી સહિતની અંબાજીથી ઉમરગાવના પટ્ટામાં આવતી આદિવાસી બેઠકો પર ટીમ બનાવવાના છીએ. આ ટીમ ચૂંટણીને લગતી તમામ જવાબદારી સંભાળશે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે, પરંતુ સાથોસાથ ગરીબ વર્ગનો વિકાસ જોઇએ એટલી ઝડપે થયો નથી.

English summary
Nitish Kumar's JDU will stand 75 candidate in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X