For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના બજેટમાં કોઈ નવી જાહેરાત નહીં: મહિલા, શિક્ષણ ઉપર ફોકસ, નર્મદાની જોગવાઈ 17 ટકા ઘટાડાઇ

ગુજરાત સરકારે વિધાનસભાનીચુંટણી પહેલાનું છેલ્લું બજેટ આજે ગૃહમાં રજુ કર્યું હતું.ગત વર્ષ કરતા બજેટમાં રાજ્યનો કુલ ખર્ચ સાત ટકા વધી રૂ.2,43,965 કરોડ રાખવામાં આવી છે. વધુ એક નાણામંત્રીએ સદનમાં બજેટ રજુ કરતી વેળાને ખાધના બદલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે વિધાનસભાનીચુંટણી પહેલાનું છેલ્લું બજેટ આજે ગૃહમાં રજુ કર્યું હતું.ગત વર્ષ કરતા બજેટમાં રાજ્યનો કુલ ખર્ચ સાત ટકા વધી રૂ.2,43,965 કરોડ રાખવામાં આવી છે. વધુ એક નાણામંત્રીએ સદનમાં બજેટ રજુ કરતી વેળાને ખાધના બદલે પુરાંત હોવાનું દર્શાવવાની ઈચ્છા કોરાણે મૂકી નથી. બજેટમાં નવા કરવેરા નાખવામાં આવ્યા નથી અને નથી એમાં પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવ, મોંઘવારીમાં કોઈ રાહત મળે એવી જાહેરાત કરવામાં આવી માત્ર રૂ.વ્યવસાય વેરામાં ફેરફારના કારણે રૂ.108 કરોડની રાહત આપવામાં આવી છે.

Budget

પ્રથમવખત બજેટ રજુ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ બજેટ એક પડકાર છે કારણ કેબજેટમાં એવી કોઈ જાહેરાત નથી કે જેમાં કોઈ મોટી રોજગારીનું સર્જન થાય, નથી એવી કોઈ વિચારધારા કે જેનાથી કોરોનાની મહામારી પછી ગુજરાત રાજ્યના અર્થતંત્રને થયેલું નુકસાન અટકે અને ગુજરાત ફરીથી દેશના સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ ધપે.

શિક્ષણ,આરોગ્ય, માર્ગ મકાન,,શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રને સૌથી મોટી ફાળવણી

ગત વર્ષની પરમ્પરા અનુસાર રાજ્ય સરકારના બજેટ 2020-23માં સૌથી વધુ નાણાકીય ફાળવણી શિક્ષણ, શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રને કરવામાં આવી છે. ગત વર્ષે પણ આ ત્રણ ક્ષેત્રોને સૌથી વધુ નાણા મળ્યા હતા.

રાજ્ય સરકારે જળસંપત્તિ, પાણી પુરવઠો, નર્મદાએમ દરેક ક્ષેત્રે નાણાની ફાળવણી કરી છે પણ રાજ્યમાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે, રાજ્યનો 69 ટકા ભાગ સતત પાણીની ખેંચ સાથે જીવે છે ત્યારે રાજ્યની જીવાદોરી એવા નર્મદા પરિયોજના માટેના ખર્ચમાં 17 ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટ 2021-22માં નર્મદા માટે રૂ.7370 કરોડની ફાળવણી સામે આ વર્ષે ફાળવણી ઘટી રૂ.6090 કરોડ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા બજેટમાં કરી નથી. આઉપરાંત, જળસંપત્તિ માટેની ફાળવણી પણ ત્રણ ટકા ઘટાડી છે. જોકે, પાણી પુરવઠા માટેની જોગવાઈ 37 ટકા વધારી રૂ.5451 કરવામાં આવી છે. એવું બની શકે કે અન્ય ચીજોમાં ઘટાડો કરી તેનો ઉપયોગ હવે પાણી પુરવઠા વિભાગમાં કરવામાં આવશે.

English summary
No new announcement in Gujarat budget: Women, focus on education, Narmada provision reduced by 17%
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X