મારા નિવેદનથી કોઈને નુકસાન નથી થયું, જાણો રાહુલ ગાંધીએ કોર્ટમાં બીજું શું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે તેમને 'મોદી સરનેમ' કેસમાં દોષિત ઠેરવ્યા હતા. રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે રાહુલ ગાંધીને તરત જ જામીન મળી ગયા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર હતા. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું હતુ કે મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. મારા નિવેદનથી કોઈને નુકશાન નથી થયું.

શું છે મામલો?
હકીકતમાં 2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં રેલી કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ છે? આ નિવેદન નીરવ મોદી વિશે હતું, પરંતુ ભાજપના નેતાઓએ તરત જ તેને મુદ્દો બનાવી દીધો.
ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આને સમગ્ર મોદી સમુદાયનું અપમાન ગણાવ્યું અને તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. જે અંગે સુરત કોર્ટમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી હતી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે.

રાહુલ ગાંધીને મળ્યા જામિન
સજા સંભળાવ્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપ્યા છે. રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ તેમના વકીલે કહ્યું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જો કે અમને પૂર્ણ ભરોસો છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે.

આ પહેલા પણ કોર્ટમાં હાજર થયા હતા રાહુલ ગાંધી
2021માં સુરત કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા હતા, ત્યારબાદ તેઓ કોર્ટમાં હાજર થયા અને તેમનું નિવેદન નોંધ્યું. ગયા અઠવાડિયે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે સુનાવણી પૂર્ણ કરી હતી અને 23 માર્ચે ચુકાદો સંભળાવવાનું કહ્યું હતું.

પીએમ મોદીએ હોવુ જોઇતુ હતુ ફરિયાદી
રાહુલ ગાંધીના વકીલ શરૂઆતથી જ આ કેસની કાર્યવાહીને ખામીયુક્ત ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સીઆરપીસીની કલમ 202 હેઠળ નિર્ધારિત પ્રક્રિયા યોગ્ય રીતે અનુસરવામાં આવી રહી નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું, તેથી તેમણે ફરિયાદી બનવું જોઈતું હતું, જ્યારે અરજી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ દાખલ કરી હતી. તેને આ બાબત સાથે કોઈ લેવાદેવા નહોતી. જોકે, કોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
