નરેન્દ્ર મોદીની ભત્રીજી તરીકે નહિ, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માંગીઃ સોનલ મોદી
નરેન્દ્ર મોદીની ભત્રીજી તરીકે નહિ, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માંગીઃ સોનલ મોદી
Gujarat Local Body Election: ગુજરાતમાં આ મહિને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં સંપન્ન થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે બાજપ પાસે ટિકિટની દાવેદારી નોંધાવી છે. જો કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે સોમવારે એલાન કર્યું હતું કે પાર્ટી નેતાના એકેય સંબંધીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહિ મળે.

પીએમ નરેન્દ્ર મોદીની ભત્રીજીએ દાવેદારી નોંધાવી
ચોટીલામાં પત્રકારો સાથે વાત કરતાં પ્રહ્લાદ મોદીએ કહ્યું કે, "મારી દીકરી લોકતાંત્રિક દેશમાં રહે છે, સોનલ સ્વતંત્ર વયસ્ક છે. કદાચ એને અહેસાસ હોય કે તેના કાકા વડાપ્રધાન છે અને માટે તેને ફાયદો મળવો જોઈએ. ભાજપી સંસદીય બોર્ડ નરેન્દ્ર મોદીને કેટલું સન્માન આપે તે સ્પષ્ટ થઈ જશે, અથવા મારી દીકરીને કેટલું મહત્વ મળે છે. મને વિશ્વાસ છે કે નરેન્દ્ર ભાઈની ભાવના અને પાર્ટી અધિકારીઓની નરેન્દ્રભાઈ પ્રત્યે ભાવના સ્થાપિત થઈ જશે." જણાવી દઈએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ મહિને બે તબક્કામાં સંપન્ન થનાર છે.
બીજી તરફ સોનલ મોદીએ કહ્યું કે 'મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી તરીકે નહિ, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી છે. મને ટિકિટ આપવી કે નહિ તે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ નક્કી કરાશે. પાર્ટી દ્વારા મને કોઈપણ કામગીરી આપવામાં આવશે તે હું કરીશ.'
રાજનીતિના મેદાનમાં ઉતરવા માંગે છે સોનલ મોદી
21 ફેબ્રુઆરીએ છ નગર નિગમ માટે મતદાન થશે, જ્યારે 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે મતદાન થશે. પહેલા તબક્કાના ચૂંટમી પરિણામ 23 ફેબ્રુઆરીએ ઘોષિત કરાશે અને બીજા તબક્કાના ચૂંટણી પરિણામ 2 માર્ચે આવશે. જો અમદાવાદનો બોડકદેવ વોર્ડ અન્ય પછાત વર્ગ માટે આરક્ષિત છે. કોંગ્રેસે કાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 142 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપ તરફથી ઉમેદવારોની સૂચી જાહેર થનારી છે. આ દરમ્યાન જમીન સાથે જોડાયેલા કેટલાય નેતા અને ભાજપના નેતાઓના સગા વ્હાલાઓએ ટિકિટ માટે દાવેદારી કરી છે, પરંતુ બધાની નજર હાલ સોનલ મોદી પર છે.












Click it and Unblock the Notifications
