મહાનગરપાલિકામાં તો ભાજપ જ આવશે પણ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ સાફ થઈ જશેઃ વિજય રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સારવાર લીધા બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં આજે રાજકોટ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે મતદાન કર્યા બાદ કોંગ્રેસનો સફાયો કરવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે મહાનગરપાલિકામાં તો ભાજપ આવવાની જ છે પરંતુ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ જશે. આની સાથે જ વિજય રૂપાણીએ નાગરિકોને વધુમાં વધુ વોટિંગ કરવા અપીલ કરી છે.
વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ મારી તબિયત જલદી સારી થાય તે માટે જે શુભકામનાઓ અને પ્રાર્થના કરી તેમના માટે હું આભારી છું. આજે મારો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો એટલે કોરોના ગ્રસ્તમાંથી કોરોના મૂક્ત થયો છું. જલદી સારવાર મળી ગઈ અને જળપથી સ્વચ્છ થઈ હું હોસ્પિટલેથી સીધો અહીં મતદાન આપવા આવ્યો છું. હજી પણ એક કલાક બાકી છે. બાકી રહેલા મતદારો ઝળપથી પોતાનું મતદાન કરે. લોકશાહીમાં મતદાન કરવાની બધાની ફરજ છે અને આ ફરજ બધા અરજ કરે.
શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે તે સારી વાત છે, ગુજરાત શાંત ગુજરાત છે. આપણે ગુજરાતની પ્રતિષ્ઠાને જાળવી રાખી તે સારી બાબત છે. કોરોનાના દર્દીઓને સંદેશ આપતા કહ્યું કે, ઝળપથી પોતાનો ટેસ્ટ કરાવી સારવાર પ્રાપ્ત કરે, સરકારી હોસ્પિટલોમાં પણ સારામાં સારી વ્યવસ્થા છે, માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વિના સારવાર લઈ તમે લોકો સાજા થઈ જાઓ તેવી શુભેચ્છાઓ છે.
Gujarat Local Body Election: મતદાન બાદ બોલ્યા અમિત શાહ- ભાજપ ફરીથી ગઢના રૂપમાં સ્થાપિત થશે
ચૂંટણી મુદ્દા પર વાત કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે, "આ ચૂંટણીમાં વિકાસ જ મુદ્દો છે, નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના નેતૃત્વમાં આખો દેશ વિકાસ કરી રહ્યો છે. ગુજરાત પણ વિકાસ કરી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ જ વિકાસનો પર્યાય છે. મહાનગરપાલિકામાં તો ભાજપ જ આવવાનું છે પણ જિલ્લા પંચાયતોમાં પણ કોંગ્રેસ સાફ થઈ જશે."