નવેમ્બર 2, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

રાજુલાઃ સિંહણે કર્યો હુમલો મહિલા સહિત પાંચ ઘાયલ
રાજુલાના કથીવદર ગામની પાદરમાં સિંહણે આતંક મચાવ્યો હતો અને લોકો પર હુમલો કર્યો હતો, જેમાં મહિલા સહિત પાંચ લોકોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જેમાં એક વૃદ્ધની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેમને વધુ સારવાર અર્થે મહુવા ખસેડાયા છે. ઘટના બાદ વન વિભાગે સાંજ સુધીમાં સિંહણને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ગાંધીનગરઃ રાજ્ય સરકારની ઇ-જ્ઞાન વેબસાઇટ હેક કરાઇ
રાજ્ય સરકારની મહત્વની ઇ જ્ઞાન વેબસાઇટને હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવી હોવાની ફરિયાદ સામે આવે છે. હેકર્સ દ્વારા હેક કરાયેલી આ વેબસાઇટ પર પાકિસ્તાન માફિયા અને સાયબર માફિયા લખેલું આવતું હતું. આ અંગે સરકારના ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને જાણ થતાં ત્વરિત ધોરણે વેબસાઇટને બ્લોક કરી દેવામાં આવી હતી અને રીપેર કરાઇ હતી.
રાજકોટઃ બિલ્ડરના બંગલો પર બલી ગેંગે કર્યું ફાયરિંગ
રાજકોટમાં જમીન મકાનના ધંધાર્થી અને પેટ્રોલ પમ્પના માલિક કમલેશ રામાણીએ ફરિયાદ નોંધાવી છેકે, બલી ગેંગ દ્વારા દિવાળીના દિવસે કાલાવાડ રોડ પર પર્ણકૂટીર સોસાયટીમાં આવેલા બંધ બંગલો પર ફાયરિંગ કર્યું હતું. આ સાથે જ પૂરાવા તરીકે સીસી ટીવી ફૂટેજ પણ રજૂ કરાયા હતા અને કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી હતી. નોંધનીય છેકે, બલી ડાંગર ગેંગ દ્વારા અગાઉ કમલેશ રામાણી પાસે સાત કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ પણ નોંધાઇ હતી.












Click it and Unblock the Notifications
