નવેમ્બર 4, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

સુરતઃ અંગત અદાવતમાં મિત્રના હાથે મિત્રની હત્યા
સુરતના અમરોલી વિસ્તાર સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝની છત પરથી એક કારીગરનો મૃતદેહ મળી આવ્યો હતો. જે સબબ પોલીસે અજાણ્ય શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસને શંકા જતા પોલીસે મૃતક તરૂણના મિત્ર રવિની પૂછપરછ કરતા આ હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ મુંબઇ જતી ટ્રેનમાં કાચબાઓ સાથે એકની ધરપકડ
અમદાવાદથી મુંબઇ તરફ જતી ટ્રેનમાં કાચબાઓ સાથે મુંબઇના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ કાચબા સીડ્યુલ 2 હેઠળ આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વન વિભાગે કાચબાઓનો કબજો લીધો હતો. બીજી તરફ પકડાયેલ ઓઝાન દલાલે જણાવ્યું કે, આ કાચબાઓને તે પોતાના ઘરમાં પાળી રહ્યો છે અને 15 દિવસ માટે બહારગામ જતો હોવાથી તે આ કાચબાઓને પોતાની સાથે લઇ જઇ રહ્યો છે.
તાપીઃ 65 વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર, આરોપી ફરાર
તાપી જિલ્લાના પાટી ગામે માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં 65 વર્ષીય વિધવા મહિલાના ઘરમાં ગામની જ એક પાડોશી 45 વર્ષીય વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હતો અને ફરાર થઇ ગયો છે. આસપાસના લોકોએ ઘટનાની જાણ થયા બાદ પોલીસને માહિતગાર કરી હતી, જેને લઇને પોલીસે ફરિયાદના આધારે તપા હાથ ધરી છે. વૃદ્ધાની હાલત કફોળી બનતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
