Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવેમ્બર 6, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

rajkot-murder-sms
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
.
રાજકોટઃ શક્તિસિંહ હત્યા કેસમાં મહિલાને થયેલા એસએમએસ કારણભૂત
રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર રવિવારે થયેલા ગોળીબારમાં ફાયનાન્સર શક્તિસિંહ ખુમાણનું મોત નીપજ્યું હતું. તેમના પર ગોળીબાર તેમના માસીના દિકરા જેજસ ખાચરે કરી હતી. હત્યા પાછળના કારણોમાં વિવિધ બાબતો પર ચર્ચા થઇ રહી છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ કૌટુંબિક અથવા તો પૈસાની લેતી-દેતી હોવાનું જાણવ્યું છે. જ્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હત્યા પાછળ એક મહિલાને થયેલા એસએમએસ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.

અઢિયાના સ્થાને ડો જેએન સિંઘ નાણા વિભાગમાં વડા અધિકારી પદે
ડો. હસમુખ અઢિયા કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર જતા ખાલી પડેલા નાણા વિભાગના વડા અધિકારી પદે ડો. જે.એન. સિંઘની નિમણૂક કરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ દરજ્જાના 1983 બેચના ડો. સિંઘની ટૂંક સમય પહેલા જ મહેસૂલ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. હવે મહેસૂલ વિભગાની જવાબદારી ડો. સિંઘ પાસે વધારાના ચાર્જ તરીકે રહેશે

જીપ અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં અરવલ્લીના ત્રણના મોત
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઓઢા પાણીબાર ગામના એક પરિવારને વાપી નજીક ભિલાડ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. તેમની જીપ કન્ટેનર સાથે અથડાતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતા, જ્યારે આછ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદઃ 30 કિલો ચાંદીના ચોરસા લૂટનાર આરોપી ઝડપાયા
અમદાવાદા સ્થિત પીરાણા ટોલનાકા પાસેના જલારામ રીફાઇનરમાં કારીગર સ્કૂટર પર 30 કિલો વજન ધરાવતા ચાંદીના 60 નંગ ચોરસા લઇને જઇ રહ્યો હતો. એ સમયે બે અજાણ્યા શખ્સોએ તેની આંખમાં મરચુ નાંખી ચાંદીના ચોરસા લઇને ફરાર થઇ ગયા હતા. જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

ભાવનગરઃ સાસુ-સસરાએ કરી જમાઇની હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાલુકડ અને લાખણકા વચ્ચે પાંચ દિવસ પૂર્વે મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે આ કેસમાં મૃતક યુવકના સાસુ અને સસરાની હત્યાના ગુના સબબ ધરપકડ કરી છે. આકરી પૂછપરછ દરમિયાન યુવકની હત્યા તેના બીજીવારના પત્નીના માતા-પિતાએ કરી હોવાનું ખુલ્યું હતું. બીજી પત્ની સાથે યુવકનો ઝઘડો થતાં તે તેના માતા-પિતા પાસે જતી રહી હતી. હત્યાના દિવસે યુવક દારૂ પીધેલી હાલતમાં પત્નીના માતા-પિતાને મળવા ગયો હતો, જ્યાં ઝઘડો થતાં તેમણે યુવકની હત્યા કરી નાંખી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X