નવેમ્બર 7, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

જામનગર જેલ ફરી વિવાદમાં સપડાઇ
જામનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. જિલ્લા જેલમાંથી ખાનગી રસોડું મળ્યાનો મામલો હજી તાજો છે, ત્યાં જેલમાંથી ચાર કેદીઓ નશાની હાલતમાં મળી આવ્યા છે. આ માહિતી અન્ય કોઇએ નહીં પરંતુ જેલના કર્મચારીઓએ પોતાની રજુઆતમાં આપી છે. જેલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર જોખમ હોઇ 25 જેટલા કર્મચારીઓએ એસપી કચેરી ખાતે રજુઆત કરી હતી.
સુરતઃ 15 વર્ષીય કિશોરીનો આપઘાત
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ધોરણ 10માં અભ્યાસ કરતી રવિના નામની કિશોરીના આપઘાતના સમાચારથી સોસાયટીના રહિશો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વડોદરાઃ કરોડોની જમીન મામલે ગોળીબાર
વડોદરાના કરોડિયા સ્થિત નાગજીનગરમાં કરોડોની જમીન પર કબજો લેવા પહોંચેલા રફીક રાઠોડ સહિત 19 જેટલા શખ્સો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. અને બે રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. બનાવમાં કોંગ્રેસી નેતા દલસુખ પ્રજાપતિનું નામ સામે આવ્યું હતું, જેના કારણે દલસુખભાઇ પોતાનો પક્ષ રજૂ કરવા પોલીસ મથકે પહોંચી ગયા હતા. બનાવના પગલે પોલીસે 19 શખ્સો વિરુદ્ધ હત્યનો પ્રયાસ અને રોયોટિંગનો ગુનો દાખલ કરી 8 લોકોની ધરપકડ કરી હતી.
વડોદરાઃ એક્સપ્રેસ હાઇવે પર બે ટ્રક અથડાતા ત્રણ લોકો અને 100 ઘેટાના મોત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇસા ગામ નજીક અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સળિયા ભેરલું એક ટ્રેલર રોડની બાજૂમાં ઉભેલું હતું ત્યારે પુર ઝડપે આવેલો એક ટ્રક ટ્રેલરમાં ઘૂસી જતા ત્રણ વ્યક્તિ અને તેમાં લઇ જવામાં આવી રહેલા 100 ઘેટાઓનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
