ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ઇન્ડિયન મુઝાહિદ્દિનનો વધુ એક ધમકી ભર્યો પત્ર મળ્યો

ઇન્ડિયન મુઝાહિદ્દિનનો વધુ એક ધમકી ભર્યો પત્ર મળ્યો

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો પત્ર પોલિસને મળતા પોલિસે સુરક્ષાના કારણોને જોતા રાજધાની એક્સપ્રેસ, ગરીબ રથ જેવી ટ્રેન અને સ્ટેશન તથા અન્ય વિસ્તારોની તપાસ કરી હતી. જો કે કંઇ વાંધાજનક નહતું મળ્યું. નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી આવા ધમકી ભર્યા પત્રનો આતંક વધી રહ્યો છે.

બીએસએફ બોર્ડર પરથી 9 પાકિસ્તાની નાગરિકોની કરી ધરપકડ

બીએસએફ બોર્ડર પરથી 9 પાકિસ્તાની નાગરિકોની કરી ધરપકડ

મંગળવારે, બીએસએફે બનાસકાંઠાના સુઇ ગામ નજીક આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાનના 9 નાગરિકોની ધરપકડ કરી છે. આ લોકો ભૂલથી ભારત બોર્ડર ક્રોસ કરી ગયા હોય તેવું લાગે છે. જો કે જે બાદ બીએસએફે તેનો હવાલો રાપર પોલિસને આપ્યો છે.

ગુજરાતથી થશે ભાજપની હારની શરૂઆત- શંકર સિંહ વાધેલા

ગુજરાતથી થશે ભાજપની હારની શરૂઆત- શંકર સિંહ વાધેલા

બિહારમાં બીજેપીના હાર થતા ગુજરાત ક્રોંગ્રેસમાં પ્રાણવાયુ મળ્યા છે. ત્યારે વિધાનસભાના વિપક્ષના નેતા તેવા શંકરસિંહ વાધેલા સ્થાનિક ચૂંટણી પહેલા બીજેપી પર આકાર પ્રહાર કરતા કહ્યું કે આગામી સમયમાં બીજેપીનો સફાયો થવાનો છે અને તેની શરૂઆત ગુજરાતથી થશે.

નવીન પટેલના ઘરે મહારાષ્ટ્ર સીબીઆઈ પાડ્યા દરોડા

નવીન પટેલના ઘરે મહારાષ્ટ્ર સીબીઆઈ પાડ્યા દરોડા

દમણ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અને બીજેપીના સસ્પેન્ડેડ નેતા નવીન પટેલના ઘરે મંગળવારે મહારાષ્ટ્ર સીબીઆઇએ દરોડો પાડ્યો. નોંધનીય છે કે તે જ્યારે જિલ્લા પંચાયતમાં હતા ત્યારે તેમણે કૌભાંડ કર્યું હતું તેના પગલે સીબીઆઇએ દરોડો પાડ્યો હતો. અને સીબીઆઇને મહત્વના દસ્તાવેજો મળ્યા હતા. થોડા સમય પહેલા ભાજપના એક મહિલા સદસ્ય પર હાથ ઉપાડવાનો સીસીટીવી ફૂટેઝ બહાર પડતા તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કચ્છમાં ફટાકડાની બજારમાં લાગી આગ, 1ની મોત

કચ્છમાં ફટાકડાની બજારમાં લાગી આગ, 1ની મોત

કચ્છના આદીપુરમાં આવેલી ફટાકડાની બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી જેમાં યોગેશ નામના એક વ્યક્તિનું મોત થયું છે. અને તમામ સામાન પણ બળીને ખાખ થઇ ગયો છે. યોગેશ દુકાનમાં સૂતો હતો ત્યારે આ ધટના થઇ હતી.

બિહારની હાર બાદ કચ્છ આવેલા મોહન ભાગવતે મીડિયા બનાવી દૂરી

બિહારની હાર બાદ કચ્છ આવેલા મોહન ભાગવતે મીડિયા બનાવી દૂરી

બિહારમાં ભાજપની કારમી હાર બાદ આરએસએસના વડા મોહન ભાગવત કચ્છની મુલાકાતે આવ્યા હતા. માંડવી પાસેના રામપરા વેકરા ગામે સંધના તાલિમ વર્ગના આયોજનમાં ભાગ લેવા આવેલા ભાગવતે મીડિયાથી દૂરી બનાવી રાખી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર લૂટ ચલાવતી ગેંગને પકડી

સુરત ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર લૂટ ચલાવતી ગેંગને પકડી

સુરત ક્રાઇમ બ્રાન્ચે, નેશનલ હાઇ વે પર લૂટ ચલાવતી એક ખૂંખાર ગેંગને ઝડપી પાડી છે. 6 લોકોની આ ગેંગ રસ્તા પર હથિયાર બતાવીને લોકોને લૂંટતી હતી. વધુમાં પોલિસે 3 છરા, 4 મોબાઇલ અને 2 વહાનો પણ જપ્ત કર્યા છે. 18મી સપ્ટેમ્બરે રાજસ્થાનના એક વેપારી પાસેથી આ લોકોએ 2.50 લાખની લૂંટ કરી હતી. ત્યારે આ સિવાય અન્ય કેટલા મામલામાં આ લોકોનું નામ છે તેની તપાસ પોલિસ હાલ કરી રહી છે.

3.50 લાખની લાંચ માંગનાર અધિકારી રંગહાથ ઝડપાયો

3.50 લાખની લાંચ માંગનાર અધિકારી રંગહાથ ઝડપાયો

અમદાવાદમાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે કામ કરતા ભીમાભાઇ પટેલ નામના અધિકારી લાંચ લેતા મંગળવારે રંગે હાથ પકડાયા. અરજદારને ઇ સર્ટીફિકેટ આપવા માટે ભીમાભાઇ 3.50 લાખની માંગણી કરી હતી. જે બાદ અરજદાર દ્વારા ભષ્ટ્રચાર વિરોધી શાખામાં ફરિયાદ કરતા છટકું ગોઠવી તેમને પકડવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X