નવેમ્બર 13, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

અમદાવાદઃ ચરસ પકડાતાં ગાંજાની માગ વધી
અમદાવાદમાં એનસીબી દ્વારા મોટા પાયે ચરસનો જથ્થો પકડવામાં આવ્યા બાદ શહેરમાં ગાંજાની માગ વધી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, યુવા પેઢીમાં ડ્રગ્સનું સેવન વધી રહ્યું છે, નાર્કોટિક્સ વિભાગે 74 કિલો ચરસ જપ્ત કર્યું છે. ઉપરાંત દોઢ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. સુરતમાંથી 1.5 કેજી હેરોઇન પકડાયું છે. એનસીબી દ્વારા વિવિધ 9 કેસમાં 15 ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ છે.
રાજુલાઃ લોકોએ સિંહણનું સ્મારક બનાવ્યું
રાજુલા તાલુકાના ભેરાઇ ગામ પાસે દસેક મહિના પૂર્વે ઘટેલી દુર્ઘટનામાં પાંચ સાવજો અકાળે મોતને ભેટ્યાં હતા. જેમાં બે સિંહણ પણ હતી. આ બન્ને સિંહણ પ્રત્યે ગામવાસીઓને એટલો બધો લગાવ અને પ્રેમ હતો કે તેમણે આ સિંહણોની યાદમાં સ્મૃતિ સ્મારક બનાવડાવ્યું છે.
ભુજઃ 9 દારૂડિયાઓનો યુવતી પર બળાત્કાર
ભુજના પડાણામાં રહેતી એક યુવતી પોતાના પતિ સાથે જઇ રહી હતી, ત્યારે 9 દારૂડિયાઓ દ્વારા તેના પર દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું. બનાવ અંગે જાણવા મળ્યું અનુસાર નરાધમોએ બન્નેને એક રૂમમાં પૂરી દીધા હતા, બાદમાં યુવતી સાથે આ કૃત્ય આચર્યું હતું. પોલીસે આરોપીઓની પકડવાની કવાયદ શરૂ કરી દીધી છે. તેમજ ચારેક આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
