Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવેમ્બર 18, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

dengue-ahmedabad
અમદાવાદઃ ડેંગ્યુના કેસમાં થયો વધારો
અમદાવાદ શહેરમાં ડેંગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બર મહિનાના માત્ર 17 દિવસ જ પસાર થયા છે, જેમાં 167 જેટલા દર્દીઓ મ્યુન્સિપલ સંચાલિત અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જો નાની હોસ્પિટલ્સમાં સર્વે હાથ ધરવામાં આવે તો ડેંગ્યુના દર્દીઓનો આંકડો 500 કરતા વધી જાય તેમ છે. મહાનગરપાલિકાનો અધિકૃત આંકડો આખા વર્ષનો 609નો છે. જેમાંથી 300 જેટલા કેસ તો તાજેતરમાં જ નોંધાયા છે. આ ઉપરાંત ચિકનગુનિયા અને મેલેરિયાના કેસોમાં પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

ખેરગામઃ 9 નબીરા નશાની હાલતમાં પકડાયા
ખેરગામના રહેવાસી ધનાઢ્ય પરિવારના 9 નબીરાઓ દમણથી દારૂની મહેફિલ માણનીને પરત આવી રહ્યાં હતા ત્યારે વલસાડ રૂરલ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા આ નબીરાઓના માતા-પિતા શિક્ષકો તથા વેપારીઓ છે. પોલીસ પાસેથી આ અંગે જાણવા મળ્યા અનુસાર તેઓ રાત્રે 1 વાગ્યે દારૂ પીને પરત આવી રહ્યાં હતા, જે દરમિયાન પોલીસ વાન પસાર થઇ ત્યારે કોઇકે કારમાંથી બિયરનું ટીન બહાર ફેંક્યું હતું, જેથી પોલીસે તેમને અટકાવ્યા હતા. બાદમાં ચકાસણી કરતા ડ્રાઇવર સિવાય તમામ દારૂના નશામાં હતા, પોલીસે મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ તમામની ધરપકડ કરી હતી.

સુરતઃ રેગિંગ કેસમાં બે વિદ્યાર્થીઓ એક વર્ષ માટે સસ્પેન્ડ
સુરતના રેગિંગ કેસમાં સંડોવાયેલા પાંચ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને ડી-ગ્રેડ કરવામાં આવ્યા છે. એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યા હતો. નોધનીય છેકે, સુરતની એસવીએનઆઇટીમાં ફાઇવ યર ઇન્ટિગ્રેટેડ કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીને તમાચો મારવામાં આવ્યો હતો, વાળ કાપવામાં આવ્યા હતા અને સિગારેટ પિવડાવવામાં આવી હતી, જેમાં પાંચ સિનિયર વિદ્યાર્થી સામેલ હતા, જેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસે તેમની ધરપકડ કરી હતી, જ્યારે બીજી તરફ સંસ્થા કક્ષાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં વિદ્યાર્થીઓને સજાની જાહેરાત કરવામાં આવી હતી.

ભરૂચઃ આરોપીનો તાલુકા પોલીસ મથકમાં આપઘાત
ભરૂચના તાલુકા પોલીસ મથકમાં એક આરોપી દ્વારા ગઈકાલે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકમાં આ પ્રકારની ઘટના ઘટી હોવાની જાણ થતાં જ ડીવાયએસપી તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X