નવેમ્બર 20, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

જામનગર જિલ્લા જેલમાં ફરજ પર રહેલા ગાર્ડ પર મોહમદ સાજીદ નામના કેદીએ હુમલો કર્યો છે. કેદીને સમયસર ટીફીન મળ્યું નહોતું, તેથી તે રોષે ભરાયો હતો. બાદમાં ફરજ પર હાજર અશ્વિન ચાવડા નામના ગાર્ડને તેણે લાફો મારી દીધો હતો. પીડિત ગાર્ડે પાસના કેદી સામે સીટી એ ડીવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છેકે આ પહેલા પણ જેલમાં સુરક્ષાકર્મીઓ સુરક્ષિત નહીં હોવા અંગેની ફરિયાદ એસપીને કરવામાં આવી હતી.
તાપી કલેક્ટરે સરકારી હોસ્પિટલમાં કરાવી પત્નીની પ્રસુતિ
મોટાભાગે લોકો સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળતા હોય છે, ત્યારે તાપી જિલ્લાના કલેક્ટરે પોતાની પત્નીની પ્રસુતિ જનરલ હોસ્પિટલમાં કરાવી હતી અને સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો હતો. મોટા ઉદ્યોગપતિ, વેપારી અને અધિકારી કક્ષાના લોકોથી માંડીને સામાન્ય પરિવાર પણ સારી સારવાર મેળવવા માટે ખાનગી હોસ્પિટલને પ્રાધાન્ય આપતા હોય છે, ત્યારે આ બધાથી અલગ તાપી જિલ્લા કલેક્ટરે પોતાની પત્નીની પ્રસુતિ જનરલ હોસ્પિટલમાં કરાવીને સરકારી હોસ્પિટલ પ્રત્યે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.
વાપીઃ રીક્ષા ચાલકની હત્યાના પગલે રીક્ષા ચાલકો ઉતર્યા હડતાળ પર
વાપી શહેરમાં ગઇ કાલે મોડી રાત્રે એક રીક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી, જેના પગલે તમામ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા. આ ઘટનાના પગલે દમણ સેલવાસ તથા વાપીના વિવિધ વિસ્તારોમાં મુસાફરો અટવાયા હતા. જેમાં કોઇ અયોગ્ય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
