નવેમ્બર 24, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સુપ્રસિદ્ધ સંગીતકાર એ. આર. રહેમાને ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રવાસન મંત્રી સૌરભ પટેલ સાથે મુખ્યમંત્રીને મળેલા એ. આર. રહેમાન મુખ્યમંત્રીના સ્વચ્છતા - સ્વસ્થતા અને મહિલા સશક્તિકરણના અભિનવ આયામોથી પ્રભાવિત થયા છે તેમ તેમણે આનંદીબેનને મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું.
સુરતઃ સસરા-જમાઇએ કરી મા-દિકરીની હત્યા
કામરેજ તાલુકાના પાસોદરા ગામે પોતાની દિકરીને મળવા માટે માતા આવી હતી, જે દરમિયાન બન્નેના આડાસંબંધોના વહેમમાં સસરા-જમાઇએ પ્લાસ્ટિકની દોરી વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જોકે, હત્યા કર્યા બાદ બન્ને આરોપી કામરેજ પોલીસ મથકે હાજર થઇ ગયા હતા અને સઘળી કહાણી પોલીસને જણાવી હતી, જે સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધી સસરા-જમાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ સીટીએમ પાસે બે બાઇક અથડાતાં એકનુ મોત
અમદાવાદ શહેરના સીટીએમ ઓવરબ્રિજ પર ગઇકાલે બે બાઇક ચલાકો વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
વાપીઃ ઉદ્યોગપતિનો અપહરણ બાદ છૂટકારો
વાપીના પારડીના પલસાણાથી એક ઉદ્યોગપતિનું અપહરણ કરીને 50 લાખની ખંડણી માગવામાં આવી હતી, જેમાં પોલીસે અપહરણકારોને પકડીને ઉદ્યોગપતિનો છૂટકારો કરાવ્યો હતો. બનાવ અંગે મળતી માહિતી અનુસાર 29 વર્ષીય અરૂણ બ્રજમોહન પટેલનું બે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી, જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી અરૂણને છોડાવ્યો હતો અને બન્ને અપહરણકર્તાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
