નવેમ્બર 27, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

સુરતના હજીરા રોડ નજીક સુવાલીના દરિયામાં ન્હાવા પડેલા એક યુવકનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. એક યુવક દરિયામાં ન્હાવા પડ્યો હતો, જે દરમિયાન તે પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો. યુવકને તરતા આવડું નહોતું છતાં તે ઉંડા પાણીમાં ગયો હતો અને તેના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રીગેડના જવાનો દરિયા કિનારે આવી ગયા હતા અને જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
વડોદરાઃ એનઆરઆઇના ઘરમાં 5 લાખની ચોરી
વડોદરાના વાઘોડિયા રોડ પર સ્થિત એનઆરઆઇના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 5.41 હજારની મત્તાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર ઇંગ્લેન્ડમાં રહેતા એનઆરઆઇ સનત ભાવસારનું મકાન ડભોઇ વાઘોડિયા રોડ પર આવેલું છે, જ્યાં ગત રાત્રે મકાનનો મુખ્ય દ્વારના નકુચાને તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ થતાં વિદેશી ચલણની ચોરી કરી ગયા હતા.
અમદાવાદઃ કોલસેન્ટરના નામે પૈસા પડાવવાનું કૌભાંડ
અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના નામે પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કોલ સેન્ટર વિદેશોમાં લોન આપવાના બહાને પૈસા પડાવી લેતું હતું, નવરંગપુરા પોલીસે કોલ સેન્ટર પર દરોડા પાડીને 36 શખ્સોની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી ફરાર થઇ ગયો હતો. માહિતી અનુસાર આ કોલ સેન્ટર લો-ગાર્ડન સ્થિત ગેલેક્સી કોમ્પલેક્ષમાં આવેલું છે.
સાબરકાંઠાઃ કિન્નરની હત્યા કરી લાશને દિવાલમાં ચણી દીધી
સાબરકાંઠા વિસ્તારમાં એક કિન્નરે બીજા કિન્નરની હત્યા કરી તેના મૃતદેહના દિવાલમાં ચણી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે હિંમતનગરના કિન્નર તાંદલી દેના ઘરે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસની સાથે મામલતદાર પણ તાંદલી દેના ઘરે પહોંચ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે, અને લાપતા થયેલા કિન્નરની શોધ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
