હવે વડોદરામાં બનશે એરબસ C-295 વિમાન, જાણો શું છે તેની ખાસિયત?

મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતમાં જરૂરી તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

વડોદરા : મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતમાં જરૂરી તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર અનુસાર, હવે ટાટા કંપની વડોદરામાં એરબસ C-295 વિમાન બનાવવાની તૈયારી કરી રહી છે. સૈન્ય પરિવહન માટે વપરાતા આ વિમાનને બનાવવાની જવાબદારી ભારતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિડેટને આપવામાં આવી છે. રક્ષા સચિવ અજય કુમારના જણાવ્યા અનુસાર, પહેલી વખત યુરોપ બહાર આ વિમાનનું નિર્માણ થશે.

Airbus C-295

ડિફેન્સ સેક્રેટરીએ જણાવ્યુ કે, આ વિમાનના નિર્માણ માટે 30 ઓક્ટોબરે શિલાન્યાસ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતે IAFના જૂના એવરો-748 એરક્રાફ્ટને બદલવા માટે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 21,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં પહેલીવાર ખાનગી કંપની દ્વારા મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવનાર છે. આ કરાર હેઠળ એરબસ ચાર વર્ષમાં સેવિલે સ્પેનમાં તેની અંતિમ એસેમ્બલી લાઇનથી ફ્લાઇટ કંડિશનમાં પ્રથમ 16 એરક્રાફ્ટ પહોંચાડશે. ત્યારબાદ ભારતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા 40 એરક્રાફ્ટનું ઉત્પાદન અને એસેમ્બલ કરવામાં આવશે.

- C-295 સૈન્ય અને રાહત કાર્ય માટે ભરોસાપાત્ર વિમાન માનવામાં આવે છે. તે એક સમયે 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને સાધનો સાથે લઈ જઈ શકે છે.
- આ એરક્રાફ્ટ ટૂંકા ટેક-ઓફ અને લેન્ડિંગ માટે જાણીતા છે. તેને ટેક-ઓફ અને લેન્ડિંગ માટે મોટા રનવેની જરૂર નથી.

- વિમાન માત્ર 320 મીટરના અંતરે જ ટેક-ઓફ કરી શકે છે. ઉતરાણ માટે 670 મીટરની લંબાઈ પૂરતી છે. જેના કારણે પર્વતીય વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન તે ખૂબ જ સફળ રહ્યું છે.

- એરક્રાફ્ટ મહત્તમ 7,050 કિલોગ્રામ પેલોડ લઈ શકે છે. એક સમયે 71 સૈનિકો અથવા 5 કાર્ગો પેલેટ લઈ જઈ શકે છે.

- સતત 11 કલાક સુધી ઉડી શકે છે. 2 લોકોની ક્રૂ કેબિન ટચસ્ક્રીન નિયંત્રણો સાથે સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે.

- C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં પાછળનો રેમ્પ ડોર છે, જે સૈનિકો અથવા કાર્ગોને ઝડપથી લોડ કરવા અને ઉતારવા માટે વધુ અનુકૂળ છે.

- એરક્રાફ્ટમાં 2 Pratt & Whitney PW127 ટર્બોટ્રૂપ એન્જિન ફીટ કરવામાં આવ્યા છે. આ તમામ એરક્રાફ્ટ સ્વદેશી બનાવટના ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટથી સજ્જ હશે.

- આ એરક્રાફ્ટની મદદથી દેશના તે વિસ્તારોમાં પણ લોજિસ્ટિક્સ પહોંચાડી શકાય છે જ્યાં ભારે વિમાનો ઉતરી શકતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X