હવે CBI ઈશરત કેસ પણ ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાની પેરવીમાં?

isharat-jahan
અમદાવાદ, 3 જુલાઇ : સીબીઆઈ દ્વારા અત્યાર સુધી ગુજરાતના બહુચર્ચિત કેસો એક પછી એક કરીને ગુજરાતની બહાર ટ્રાન્સફર કર્યા છે. હવે સીબીઆઇ ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસને પણ ગુજરાતની બહાર ખસેડવાની પેરવી કરી રહી હોય એમ સૂત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સોહરાબુદ્દીન કેસ, કૌશરબી કેસ અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે સીબીઆઈ દ્વારા બહુચર્ચિત ઈશરત કેસને પણ મુંબઈ ટ્રાન્સફર કરવા માટે પ્રયાસો કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઈશરત જ્હાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરતા ડીવાયએસપીને ધમકી આપવામાં આવી છે, જેના પગલે સીબીઆઈ દ્વારા આ મામલે કેન્દ્રના ગૃહ વિભાગ તથા ગુજરાત સરકારને પત્ર લખીને રજૂઆત કરાઈ છે કે તપાસનીશ અધિકારીના સુરક્ષાના હેતુથી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે તો તપાસનીશ અધિકારી ઉપર રહેલું જાનનું જોખમ હળવું થાય.

આ રજૂઆતમાં નોંધપાત્ર બાબત એ છે કે સીબીઆઈ દ્વારા તપાસનીશ અધિકારીને ધમકી મળી હોવાની રજૂઆત કરાઈ છે, પરંતુ સીબીઆઈ દ્વારા કોણે, ક્યારે, ક્યાંથી ધમકી આપી છે તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ રજૂઆતમાં કરાયો નથી. આ કેસમાં સીબીઆઈ દ્વારા સંભવત 4 જુલાઈની આસપાસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ જાય તે પછી કેસને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરવામાં આવે તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X