હવે નાગરિકો સીધી અમદાવાદ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી શકશે

amc-building
અમદાવાદ, 11 એપ્રિલ : હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માટે હવે નાગરિકોને ધક્કા ખાવા નહીં પડે. કારણ કે ફરિયાદ નોંધાવવામાં પ્રજાને પડતી મુશ્કેલીઓનો નિવેડો લાવવા અને નાગરિકોને સમસ્યામાંથી છૂટકારો મળે તે માટે હવે અમદાવાદના દાણાપીઠ ખાતે કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ કોલ સેન્ટર ઉભું કરવામાં આવશે, જે અગામી મહિનાથી કાર્યરત થઈ જશે.

આ કોલ સેન્ટરને 64 વોર્ડ સાથે સાંકળવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. નાગરિકોને તકલીફ ના પડે તે માટે દરેક વોર્ડમાં અલગથી ઓફિસ શરૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ તમામ ઓફિસો દાણાપીઠ વિસ્તારનાં કોલ સેન્ટર સાથે જ સંલગ્ન હશે.

ઉલ્લેખનીય છે કે, સેન્ટર દ્વારા યુનિક આઇડી જનરેટ કરવામાં આવશે, તેમજ તેનો નિકાલ કરવામાં આવશે. આ સિસ્ટમ મે મહિનાના મધ્યભાગ સુધીમાં કાર્યરત થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X