For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે જગન્નાથ પણ સોશિયલ મીડિયા તરફ, ફેસબુક પર આપશે દર્શન!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 8 જુલાઇ : ભગવાન જગન્નાથની 136મી રથયાત્રા આ વર્ષે 10 જુલાઇના રોજ ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અત્રે 400 વર્ષ જુના જગન્નાથ મંદિરથી શરૂ થશે અને તેના પગલે જગન્નાથ મંદિર અમદાવાદ નામથી એક ફેસબુક પેજ પણ શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા શ્રદ્ધાળુંઓ પૂજા કરી શકશે અને જગન્નાથજીના દર્શન પણ કરી શકશે. આ ઉપરાંત તેઓ રથયાત્રાને લગતી તમામ જાણકારી અંગે માહિતી પણ મેળવી શકશે.

એક સ્થાનીય પૂજારીએ કહ્યું કે 'વેબસાઇટ પર ફેસબુક પેજની લીંક આપવામાં આવેલી છે. આ પેજ પર ભગવાન જગન્નાથના મંદિરની તસવીર પોસ્ટ કરેલી છે જેથી કરીને શ્રદ્ધાળુઓ ઓનલાઇન પણ પૂજા કરી શકે.' પૂજારીએ જણાવ્યું કે સજાવવામાં આવેલા 18 હાથીઓ અને 101 ટ્રક આ રેલીમાં ભાગ લેશે. આ દરમિયાન 38 અખાડાઓ, ઝાંકીઓ રજૂ કરીને ભારતી અને ગુજરાતની સંસ્કૃતિને દર્શાવવામાં આવશે.

rath yatra
સદી જુની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથના સૌથી પહેલા દર્શન હાથી કરશે અને શહેરના વિવિધ ભાગોમાં રેલિયોનું નેતૃત્વ કરશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ અને તેમની બહેન સુભદ્રાના રથોની સાંકેતિક સફાઇ કરશે.

14 કિલોમીટરની આ રથયાત્રા શહેરની સાંપ્રદાયિક દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર જેવા કે કાલુપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, દરિયાપૂર અને શાહપૂરમાંથી પસાર થાય છે.

English summary
Now bhagwan Jagnnath s rathyatra you can see on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X