For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બાદ દેશ સમક્ષ રજૂ થશે મોદીનો થ્રીડી અવતાર

|
Google Oneindia Gujarati News

narendra_modi_3d
ગાંધીનગર, 19 એપ્રિલઃ એક તરફ જ્યાં નરેન્દ્ર મોદીની પીએમ પદની ઉમેદવારને લઇને રહસ્ય અકબંધ છે, ત્યાં બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણી માટે એક જ સ્થળેથી આખા ભારતમાં પોતાની હાજરી નોંધાય તેની તૈયારી આદરી છે.

માહિતી અનુસાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન પોતાના 3D અવતારને વિશ્વ સમક્ષ મુક્યો હતો, જેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે, તે ગુજરાતમાં સફળ નિવડ્યાં બાદ હવે તેઓ પોતાની આ ટેક્નોલોજી 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન થકી રાષ્ટ્રીય જનતા સુધી પહોંચવાનું આયોજન કરી રહ્યાં છે.

તેમની આઇટી ટીમ મોદી પ્રોજેક્શનને આગામી બે મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં રજૂ કરવા માટે તૈયાર છે. જે અન્ય રાજ્યોમાં ફેઝના આધારે લઇ જવાશે. નોંધનીય છે કે, ગુજરાતની ચૂંટણી દરમિયાન મોદીએ આ ટેક્નોલોજીનો ઉપયોગ 200 જાહેરસભાઓમાં કર્યો હતો. જેના કારણે તેઓ એક જ સ્થળેથી એક સાથે અનેક સ્થળો પર જનતા સુધી પહોંચી શક્યા હતા અને તેના કારણે સુરક્ષાનો ખતરો પણ ઘટી ગયો હતો.

English summary
After using 3D holographic projection during the Gujarat assembly elections last year, Modi plans to ride on the technology to reach out to a national audience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X