અમદાવાદની સાબરમતી નદીમાં હવે લોકો રિવર ક્રુઝની મજા માણી શકશે, અમિત શાહે લોકાર્પણ કર્યુ
અમદાવાદની શોભા વધારતી સાબરમતી નદીમાં વધુ એક નવુ નજરાણુ ઉમેરાયુ છે. રિવરફ્રન્ડ સહિતના આકર્ષણો વચ્ચે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રિવર ક્રુઝનું લોકાર્પણ કર્યુ છે.
રિવર ક્રુઝથી અમદાવાદને નવું નજરાણું મળ્યું છે ત્યાકે અમિત શાહે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કાર્યાન્વિત થનાર રિવર ક્રુઝ શહેરના આકર્ષણોમાં એક વધુ યશકલગી બનશે. ભારતમાં જ તૈયાર થયેલી આ ક્રુઝ શહેરીજનોની સુવિધા ઉપરાંત સલામતી- સુરક્ષા પણ પૂરી પાડશે.

તમને જણાવી દઈએ કે, સાબરમતીમાં ચાલનારા આ રિવર ક્રુઝ 30 મીટર લાંબુ અને 10 મીટર પહોળુ છે. આ ક્રુઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા પણ મળશે અને સુરક્ષાની પુરી વ્યવસ્થા કરાઈ છે.
અમિત શાહે જણાવ્યુ કે, અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, બાયો ડાયવર્સિટી પાર્ક, ફ્લાવર પાર્ક પછી હવે ગાંધી આશ્રમનું પણ રિડેવલમેન્ટ કરવામાં આવશે. સાથે સાથે રાજ્યને સ્પોર્ટ્સ હબ બનાવવાની નેમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે તેનો સીધો લાભ રોજગાર અને વિકાસની દૃષ્ટિએ ગુજરાતને મળશે.
અહીં રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, સાબરમતી રિવરફ્રન્ટમાં આજે નવું નજરાણું ઉમેરાયું છે. આ ક્રુઝ રિવરફ્રન્ટની લોકપ્રિયતામાં વધારો કરશે. તેણે જણાવ્યુ કે, રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જોય રાઇડ પણ શરૂ થઈ જશે. રિવરફ્રન્ટ પર ક્રુઝ, સી પ્લેન અને જોય રાઇડનો ત્રિવેણી સંગમ શહેરીજનો તથા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર બની રહેશે.












Click it and Unblock the Notifications
