ગુજરાત હાઇકોર્ટે અંગ પ્રત્યાપર્ણની રાજ્ય સરકારની નીતિ કરી રદ્દ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા માનવ અંગ પ્રત્યાર્પણને લઇને મહત્વનો આદેશ આપીને ગુજરાતન સરકારની આરોગ્યની નીતિમાં માનવ અંગ પ્રત્યાર્પણ કરવા અંગેની નીતિને રદ્દ કરી દિધી છે. આ નીતિ અંતર્ગત માનવ અંગ પ્રત્યાર્પણમાં ગુજરાતના રહેવાસીને પ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા માનવ અંગ પ્રત્યાર્પણને લઇને મહત્વનો આદેશ આપીને ગુજરાતન સરકારની આરોગ્યની નીતિમાં માનવ અંગ પ્રત્યાર્પણ કરવા અંગેની નીતિને રદ્દ કરી દિધી છે. આ નીતિ અંતર્ગત માનવ અંગ પ્રત્યાર્પણમાં ગુજરાતના રહેવાસીને પ્રાધાન્ય આપવાની વાત હતી. જો કે, ગુજરાત હાઇકોર્ટે આ નીતિ રદ્દ કરી દિધી છે. હાઇકોર્ટે નોધ્યુ હતુ કે, રાજ્ય માત્ર તેના નાગરીકો માટે જ આરોગ્ય અને જીવનના હક્કોને મર્યાદિત કરી શકે નહી. આ અધિકારી તમામ નાગરીકો માટે ઉપલબ્ધ છે. જેઓ ગુજરાતના વતની નથી તેને આરોગ્ય સારવાર માટે કોઇ ના પડી શકે નહી.

જી.ડોટની આ બંને કલમો કાયદા અને તે અંગેના નિયમોથી વિરુદ્ધ છે. માનવ અંગના પ્રત્યારપણ માટેની રાજ્ય સરકારની યાદીમાં એનરોલ થવા માટે સરકાર નવા માંપદંડો અને નિયમોને લાવવા પ્રયાસ કરે છે. જેમા દર્દી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવુ જરૂરી છે. જો કે, નિયમો ક્યાંય પણ આ પ્રકારના માપદંડોની વાત કરતુ નથી.
નિયમોમાં એવી જોગવાઇ છે કે, દર્દી કોઇપણ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર દ્વારા નોંધણી કરાવી શકે છે. પરંતુ રાજ્ય અથવા પ્રદેશમાં માત્ર એક કેન્દ્ર દ્વારા નોધણી કરાવી શકે છે. સરકાર મર્ગદર્શિકા દ્વારાઆ પ્રકારના માપદડો લાવીને સત્તાનો દુરપયોગ કરે છે. જે ગેરબંધારણીય છે. કાયદાનો હેતુ અંગોના વેપાર રોકવાનો છે.
ગુજરાત હાઇકોર્ટમાં આ અંગેની ત્રણ અરજી આવી છે. જેમા એક કેનેડીયન મહિલાને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને બીજી ગુજરાત મૂળની મધ્યપ્રદેશની છે જેને લિવર ટ્રાન્સપ્લાન્ટ અને ત્રીજી ઝારખંડના એક વ્યક્તિ છે. અને તેને કિડનીની જરૂર છે પરંતુ ડોમેસાઇલ સર્ટીના અભાવે તેમના નામ અંગ મેળવવા માટેની રાજ્ય સરકારની યાદીમાં સમાવેશ કરાયો નથી. હાઇકોર્ટે વચગાળઆના આદેશ બાદ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા લોકોના નામોની નોધણી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
