ડાંગમાં નરેગા ગોટાળો, ભાજપી ધારાસભ્યનો હાથ

ભાજપના ધારાસભ્ય વિજય પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. આરટીઆઇ કાર્યકર્તા બાપુ મહાલાનો આરોપ છે કે સરકારી યોજનાના રૂપિયા લૂંટવા માટે ભાજપના ધારાસભ્ય વિજય પટેલે પણ નરેગામાં પોતાનું ખાતું ખોલાવી રાખ્યું છે.
મહાલાનો આરોપ છે કે ડાંગ જિલ્લામાં ઘણા એવા પરિવાર છે જેમના સભ્યોના નામ પર નરેગાના ખાતા ખોલવામાં આવ્યા છે પરંતુ નરેગાની રકમ તેમના સુધી પહોંચતી નથી. મહાલાએ જણાવ્યું કે ઘણા એકાઉન્ટ તો એવા લોકોના નામે છે જેમનું ઘણા વર્ષો પહેલા મૃત્યુ થઇ ચૂક્યુ છે.
જ્યારે વિજય પટેલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે મને આ અંગે કોઇ માહિતી નથી. ચૂંટણીનો માહોલ હોવાને કારણે કોંગ્રેસે મોદી સરકારની સામે મોર્ચો ખોલી દીધો છે. કોંગ્રેસનો આરોપ છે કે આ ગોટાળા પાછળ ભાજપના નેતાઓનો હાથ છે. કોંગ્રેસે આ મામલાની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માગ કરી છે.












Click it and Unblock the Notifications
