For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1000 NSUIના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

|
Google Oneindia Gujarati News

bjp-congress
ગાંધીનગર, 6 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પ્રદિપસિંહ વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એન.એસ.યુ.આઇના ગુજરાત પ્રદેશના અગ્રણી વનરાજસિંહ ચાવડા સાથે ૧૦૦ હોદ્દેદારો તથા એન.એસ.યુ.આઇના ૧૦૦૦ કાર્યકર્તાઓ કોંગ્રેસની ભ્રષ્ટાચારી, કાળઝાળ મોંઘવારી જેવી જનવિરોધી નીતિઓને તિલાંજલિ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે.

દેશવિરોધી તથા આતંકવાદ તરફી કોંગ્રેસની નીતિરીતિઓથી નારાજ આ તમામ કાર્યકરોએ આજે મંગળવારે ભારતીય જનતા પાર્ટીનો પૂરી તાકાતથી મક્કમપણે સાથ આપવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેમને પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિકભાઈ પટેલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

એન.એસ.યુ.આઇના પૂર્વ અગ્રણી અને આજે ભાજપામાં જોડાનાર વનરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી કાર્યકર કે ઉમેદવાર બનવા માટે યુથ કોંગ્રેસની ચૂંટણીઓમાં કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને જે નાણાં દિલ્હી મોકલવામાં આવે છે, તેનો કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીએ હિસાબ આપવો જોઇએ.

યુથ કોંગ્રેસમાં ચૂંટાતા મોટા ભાગના હોદ્દેદારોમાં પરિવારવાદને તથા વ્હાલા - દવલાની નીતિને જ પ્રોત્સાહન અપાય છે. ગુણવત્તાને વિસારે પાડી દેવાઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતની સફળ પરિષદોના જયારે કરોડો રૂપિયાનું રોકાણ કરવાના ઔદ્યોગિકગૃહો દ્વારા ગુજરાત સરકાર સાથે કરારો થયા, ત્યારે આ ઔદ્યોગિક ગૃહોને ઇન્કમટેક્સ તથા અન્ય સરકારી મશીનરીનો કેન્દ્રીય ધોરણે દુરુપયોગ કરાવીને ગુજરાતના વિકાસના કાર્યોમાં અંતરાયો ઉભા કરવા માટે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા તથા શક્તિસિંહ ગોહિલ પણ એટલા જ જવાબદાર છે. જેની ગુજરાતની જનતાને આવનારા દિવસોમાં કોંગ્રેસે ભારે કિંમત ચૂકવવી પડશે તેવુ વનરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

English summary
NSUI's 1000 worker join the Bharatiya janta party in Ahmedabad on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X