ઓ પી કોહલી ગુજરાતના નવા રાજ્યપાલ નિમાયા
ગાંધીનગર, 14 જુલાઇ : ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે ઓ પી કોહલીની નિમણૂંક થઇ છે. ગુજરાતના રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલની મિઝોરમ ખાતે બદલી થયાં બાદ તેમના સ્થાને ભાજપના વરિષ્ઠ નેતા ઓ.પી. કોહલીની નિમણૂંક થઇ હોવાનું ટેલિવિઝન ન્યુઝ ચેનલના અહેવાલો જણાવી રહ્યા છે.
ટીવી રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયે ઓપી કોહલીના નામ પર મંજૂરીની મ્હોર મારીને તેને પીએમઓમાં મોકલી આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ પણ બ્રાઝિલ જતા પહેલા તેને મંજૂરી આપી દીધી હતી. હાલ ગુજરાતના રાજ્યપાલનો હવાલો રાજસ્થાનના ગવર્નર માર્ગારેટ માર્ગારેટ આલ્વા પાસે છે. નોંધનીય છે કે કોહલી ભાજપના નેતા છે.

આજે રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ પી કોહલીના નામની જાહેરાત સાથે અન્ય ત્રણ રાજ્યોના રાજ્યપાલોના નામની જાહેરાત પણ કરી છે. જાહેર થયેલા નામ અનુસાર ઉત્તર પ્રદેશમાં રામ નાઇક, છત્તીસગઢમાં બલરામજી ટંડન અને પશ્ચિમ બંગાળમાં કેસરીનાથ ત્રિપાઠી રાજ્યપાલ બનશે.
દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ શિક્ષક કોલલીના ટ્વીટ્સ અને તેમના બ્લોગ્સ પરથી જાણવા મળે છે કે તેમને શિક્ષણ અને યુનિવર્સિટી બાબતોમાં વધારે રસ છે. કોહલીએ ટ્વીટર પ્રોફાઇલમાં જણાવ્યું છે કે તેઓ વર્ષ 1991થી ભાજપ સાથે સંકળાયેલા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
