તાલિબાનની સાથે વાર્તાલાપ, શાંતિ માટે પ્રથમ મહત્વપૂર્ણ પગલું: ઓબામા

અમેરિકન અધિકારીઓની, કતરમાં ખુલેલા તાલિબાનના નવા કાર્યાલયમાં તેમના પ્રતિનિધિયોને મળવાની યોજના બનાવી છે. આ વાર્તામાં 11 સપ્ટેમ્બર 2001ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં શરૂ થયેલા એક દાયકા લાંબા યુદ્ધ બાદ હવે ત્યાંથી તાલિબાનની શાંતિપૂર્ણ પીછેહટ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
અમેરિકાએ ગઇકાલે ઉત્તરી આયર્લેન્ડમાં ગ્રૂપ 8ના શિખર સમ્મેલનથી ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલોંદની સાથે મુલાકાત બાદ કહ્યું કે, અફઘાનિસ્તાન માટે અફઘાનની હંમેશ શાંતિ માટે શાંતિ વાર્તા દેશમાં હિંસાના ખાત્મા અને અત્રેના કસબાઓમાં સ્થિરતા લાવવા માટે સૌથી સારો ઉપાય છે.
ઓબામાએ કહ્યું કે સમજૂતીની દિશામાં ભરવામાં આવેલ આ પહેલું મહત્વપૂર્ણ પગલું છે. જોકે આ ખૂબ જ શરુઆતી પગલું છે અમને ખ્યાલ છે કે આગળનો રસ્તો સરળ નહીં હોય પરંતુ બધા પક્ષોને અફઘાનિસ્તાનના ભવિષ્ય પર ચર્ચા અને વાર્તા કરવાનો એક અવસર મળ્યો છે, જે મને લાગે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તાલિબાનને અફઘાન સંવિધાન સ્વીકાર કરવો પડશે, જેનો અર્થ છે કે અલકાયદા સાથેનો સંબંધ સમાપ્ત કરવા, હિંસા બંધ કરવા અને મહિલાઓ તેમજ લઘુમતિઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ થવું પડશે. ઓબામાંએ શાંતિપ્રક્રિયાને લઇને અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરજઇની પ્રશંસા કરતા કહ્યું કે આ એક સાહસિક પગલું છે, અમેરિકા, અફઘાન સરકારની ભાગીદારીવાળી શાંતિપ્રક્રિયાનું સમર્થન કરશે.
તેમણે કહ્યું કે આની વચ્ચે અમેરિકા અલકાયદાનો ખાતમો કરવા અમારા સૈન્ય પ્રયાસો અને અફઘાન રાષ્ટ્રીય સુરક્ષાદળોને સહયોગ આપવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સંયોગથી આ આયોજિત વાર્તાની જાહેરાત એવા સમયે થઇ છે જ્યારે નાટો અફઘાન સુરક્ષાનું દાયિત્વ કરજઇના સૈનિકોને ઔપચારિક રીતે સોંપવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
