ઓક્ટોબર 6, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ahmedabad-arrested
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

અમદાવાદઃ લાખોનું ફુલેકુ ફેરવનાર સોની ઝડપાયો
અમદાવાદ શહેરના સૈજપુર વિસ્તારમાં 100 જેટલા ગ્રાહકોનું લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ભાગી ગયેલા સોનીને ગ્રાહકોએ પકડી પોલીસના હવાલે કર્યો છે. શૈલેષ સોની નામના આ દુકાનદારે એક વર્ષ અગાઉ અચનાક પોતાની દુકાન બંધ કરી ક્યાંક ભાગી છૂટ્યો હતો. પોતાના વિરુદ્ધ કોઇ ફરિયાદ નહીં નોંધાતા તે પુનઃ શહેરમાં પરત ફર્યો હતો, ત્યારે ગ્રાહકોએ તેને પકડી પાડી પોલીસ સમક્ષ હાજર કર્યો હતો.

એશિયન રોલર સ્કેટિંગ હેનિંગમાં અમદાવાદની ભાવિકાએ જીત્યો સુવર્ણ પદક
એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ હેનિંગ, ચીનમાં સુવર્ણ પદક મેળવી અમદાવાદની ભાવિકા માધુએ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. પદક જીતવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાવિકાને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છેકે, ભાવિકાએ માત્ર પાંચ વર્ષની વયે આ ક્ષેત્રે પોતાના સફરની શરૂઆત કરી હતી.

સંતરામપુરમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે અવતાર હોસ્પિટલ સામે એક નજજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સોનોગ્રાફી તેમજ ભૃણ હત્યા અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, તો બીજી તરફ અનેક હોસ્પિટલમાં હજુ પણ ભૃણ હત્યા કરવામાં આવી રહી હોવાના કિસ્સા જાણવા મળી રહ્યાં છે. સંતરામપુરના સ્થાનિક દુકાનદારોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી કિસ્સાને પ્રકાશનમાં લવવાનું કામ કર્યું છે.

વડોદરાઃ સાવલીમાં છેડતી મામલે અથડામણ
વડોદરાના સાવલી તાલુકામાં વાંકાનેર ગામે યુવતીની છેડતીના મામલે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બેને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃ સજાતીય સંબંધ હત્યા કેસમાં એકની ધરપકડ
અમદાવાદના બાપુનગરમાં સજાતીય સંબંધમાં થયેલી એક યુવકની હત્યાના કેસમાં બાપુનગર પોલીસે એક કિશોરની ધરપકડ કરી છે. સજાતીય સંબંધથી કંટાળેલા 17 વર્ષીય કિશોરે તેના ભાઇ અને પિતાની મદદથી યુવકને ચાકુના ઘા ઝીંક્યા હતા અને તેની હત્યા કરી હતી, એ પહેલા મૃતકે કિશોરની માતાના પેટમાં ગોળી મારી તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી, તેમ પોલીસનું કહેવું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X