For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબર 12, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

valsad-rape
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

વલસાડઃ કાપડના વેપાસી સામે બાર ગર્લની બળાત્કારની ફરિયાદ
મુંબઇના બોરીવલી વિસ્તારમાં આવેલા બારમાં કામ કરતી બાર ગર્લે વલસાડ પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. બાર ગર્લે વલસાડના કાપડના વેપારી વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ફરિયાદમાં બાર ગર્લે વેપારીએ ગર્ભપાત કરાવ્યો હોવાનું, 7 લાખ રોકડા અને દાગીના કાઢી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે.

પાલનપુરઃ બાંધકામ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ, સાતને ઇજા
પાલનપુર તાલુકાના માલણગામ ખાતે પ્લોટ પર બાંધકામ કરવાને લઇને બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. જેમાં સાત લોકોને ઇજા પહોંચી છે. ગરીબ કલ્યાણ મેળામાં મળેલા રાહતના પ્લોટ પર બાંધકામ કરવાને લઇને લાભાર્થીઓ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદઃ ચરસ સાથે ત્રણની ધરપકડ
અમદાવાદમાં એનસીબી દ્વારા 7 કીલો ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે એનસીબીએ સવારે 6 વાગ્યે સીટીએમ ચાર રસ્તા પાસેથી ગાયત્રી ટ્રાવેલ્સમાં દીપક ખત્રી, ગુલામ મહંમદ અને નુરબીબી નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 35 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડાયો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતઃ ક્રાઇમ બ્રાંચની ઓફિસમાંથી આરોપીએ લગાવી મોતની છલાંગ
સુરતના નાનપુરા વિસ્તાર સ્થિત બહુમાળી બિલ્ડિંગના પાંચમા માળે આવેલી ડીસીપીની ઓફિસમાંથી લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીએ મોડી રાત્રે પડતું મુક્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું છે. મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. હાલ પોલીસે આ તમામ ઘટનાને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

English summary
october 12, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X